* મુસ્તાક હતો સખત પરિશ્રમ પર વિરલ નિષ્ફળ થયા પછી નર્યા વૈતરાનું ભાન થયું.
* ઉછળી ઉછળીને શિવગાન કરનારાઓ, વાત વાતમાં પ્રાંતવાદની પિપુડી વગાડનારાઓને એ ખબર હોવી જોઈએ કે 'શિવાજીનું
હાલરડું'ના રચયિતા ગુજરાતી છે.
* ક્યારેક આપણે જેને પૂજ્ય માનીએ તેની વાત પણ ઠુકરાવવી જોઇએ, હે પુણ્ય ભૂમિ! ભારતના શિલપીએ પણ આવું કર્યું હોત...
* કોઈ સારી બાબત પર ગર્વ કરવો સારી બાબત છે પણ ગર્વ જ કરતા રહેવું સારી બાબત નથી.
* સર્જનશીલતા કોઇ મોટા પ્લેટફોમની મોહતાજ નથી હોતી પણ લોકોનું ધ્યાન ખેચવા અવશ્ય મોહતાજ હોય છે.
* _/\_ માણસ બે રીતે હાથ જોડે » આદર, વિશ્વાસ, પ્રેમ પ્રગટ કરવા... હારી, થાકી, કંટાળી... દુનિયામાં આવો વિરોધાભાષ
ક્યાંય જોવા નહિ મળે.
* માવાથી દાંત લાલ થાય, ગુટકાથી થાય પીળા અને સિગરેટથી કાળા, ગમે એટલું મથો તોયે ન રહે છાના તમારા ચાળા.
* પોતાના વિચારો પર અડગતા અને જાત પર મક્કતા ન હોય તેણે વિરોધીઓ સામે દલિલ ન કરવી.
* જયારે કોઈ લેખક જાતે જ એવું કહે કે તે સૌથી વધુ વંચાતાં લોકપ્રિય લેખક છે ત્યારે સમજવું કે તેનું વાંચન અને વિચારનું સ્તર
એકદમ માર્યાદિત થઇ ગયું છે.
3 ટિપ્પણીઓ:
પ્રત્યેક વિચાર લાજવાબ(વિરલ) વિરલ
છે.
Viral, All the quots are excellent.
I am impressed.
પ્રત્યેક વિચાર લાજવાબ(વિરલ) વિરલ
છે.
Viral, All the quots are excellent.
I am impressed.
આભાર કૌશિકભાઈ
ટિપ્પણી પોસ્ટ કરો