બુધવાર, 16 જાન્યુઆરી, 2013

કાયદાઓ તોડવા માટે જ હોય છે : વેચાણ પર પ્રતિબંધ છે ખાવા પર નથી

બે મહિના પહેલા ગુજરાત સરકારે ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો. અત્યારે ગુટખા વેચાતી નથી પણ ખવાય જરૂર છે.  દારૂની જેમ જ વેચવા પર પ્રતિબંધ છે. પીવાનો પ્રતિબંધ નથી. કાયદાઓ તોડવામાં કુશળતા કેળવેલા ગુટખા ઉત્પાદકોએ પાન મસાલાની પડીકી સાથે તમાકુની પડીકી (સુગંધિત જર્દા) મફતમાં આપી કાયદાના છીન્ડામાંથી આબાદ છટકી એક મિશાલ કાયમ કરી છે. પ્રતિબંધ  નહોતો મુકાયેલો ત્યારે ગુજરાતમાં એક ખાસ પ્રકારની લોબી સક્રિય થઇ હતી. એક અભિયાન ઉપાડવામાં આવ્યું હતું. એ સમયે ગુજરાતના મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે દરેક બાબતમાં કાયદો હોય તે જરૂરી નથી, લોકોએ પણ જાગૃત થવું પડે. પ્રતિબંધ આવ્યા પછી ગુટખા ખાનારો ચોરી છુપીથી ગુટખા ખાસે અને વિચારશે કે વાહ મજા આવી છાના માના ખાવાની... એ સમયે શ્રી વ્યાસના કથનની સમજ્યા વગર જ ટીકા કરવામાં આવી હતી. કારણકે ખાનારાઓ તો જે પ્રદેશમાં પ્રતિબંધ નથી ત્યાંથી જથ્થાબંધ લઇ જ આવે છે. દારુ પીવા માટે ગુજરાતીઓ જેમ આબુ કે દીવ કે ગોવા કે મુંબઈ ઉપાડી જાય છે એમ રૂપિયા બે રૂપિયાની પકીડી ખાવા જવાનો નથી. 



પણ અહી તો ભાડું ખર્ચીને અન્ય પ્રદેશમાં જવાની જરૂર નથી ગુટખા ઉત્પાદકોએ પાન મસાલાની પડીકી સાથે સુગંધિત તમાકુ મફતમાં (ખરેખર) આપીને ગુટખા ચાવાનારાઓને સરળ સુવિધા કરી આપી છે. ચાવો, ચૂસો અને ગમે ત્યાં થૂંકો...

ગ્રામ્ય અને શહેર  બધે જ આનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે સ્વયંસેવી સંસ્થાઓ અને ગુટખા પર પ્રતિબંધની માંગણી કરનારાઓ શું વિચારી રહ્યા હશે તે સમજાતું નથી. છેલ્લા એકાદ વર્ષથી ગુટકા પ્રતિબંધ અને તેના વેચાણનો અનોખો ઈતિહાસ છે. પહેલાતો આ કચરા જેવી વસ્તુના ભાવ એકદમ વધી ગયા. મોંઘવારી અહી પણ લાગુ પડી. પછી કાળાબજાર શરુ થયું. રૂપિયાની પડીકીના બે રૂપિયા કે ત્રણ રૂપિયા. ઉંચે લોગ ઉંચી પસંદના મૂળ ભાવના પાંચ ગણા ભાવ થઇ ગયા. ચાર રૂપિયાની પડીકીના સીધા 20 રૂપિયા! ફરી થોડા સમય માટે મૂળ ભાવ થઇ ગયા. એકાદ મહિના પછી વળી ફેરફાર થયો, પ્લાસ્ટીકના રેપરની જગ્યાએ કાગળનું પેકિંગ આવ્યું, નવા ભાવ સાથે. (વધેલા ભાવ સાથે જ તો વળી) પડીકીઓની છત - અછતમાં ઘણા વેપારીઓ માલા માલ થઇ ગયા તો કેટલાક રિટેલર્સ નુકશાન વેઠીને બીજા ધંધે વળગ્યા. ડીસાના એક વેપારીએ તો રીતસરના ૨ લાખમાંથી ૮ લાખ બનાવ્યા.અને પછી છેવટે પ્રતિબંધ આવતા આ માઈન્ડ બ્લોઇંગ ઉપાય સફળતાથી પાર પાડવામાં આવ્યો.

કચરાનું બંધાણ એવું છે કે જલ્દી છૂટતું નથી. અમારા પાટણમાં એક ખ્યાતનામ ડોક્ટર (ખરેખર મજાક નથી) ઉંચી પસંદ મોઢામાં દાબીને જ દર્દીઓની સારવાર કરે છે. (નામ ન લેવાય નામ લઉં તો વગર બીમારીએ મને ઘોદા મારી દે) અને એવી પણ એક વ્યક્તિ છે કે આ જ ફિલ્ડમાં હોવા છતાં તમાકુનું એક ફોતરું પણ વેચ્યા વગર પ્રમાણિકતાથી માઈન્ડ બ્લોઇંગ વેપાર કરે છે. મારી ગઈ સાલની હિન્દી બ્લોગ પોસ્ટ મારા હિન્દી બ્લોગ પર જુઓ -