શુક્રવાર, 11 માર્ચ, 2011

બ્લોગ પર નિયંત્રણ ?


હવે બ્લોગ પર પણ નિયંત્રણ આવી શકે છે એવા સમાચાર આવી ગયા છે. ક્યાં, કઈ રીતે એ તો અલ્લાહ અને ઇશુ જાણે... નિયંત્રણો મુકવા હોય તો દેશમાં અન્ય ઘણી જગ્યાએ તે જરૂરી છે. પ્રથમ તો ટેલિવિઝન પર આવતી જાહેરાતો જેમનું ટાર્ગેટ બાળકો છે. બાળકોને જેમાં કોઈ જ લેવાદેવા ન હોય તેવી પ્રૉડક્ટની જાહેરાતોમાં પણ બાળકોને ઘસડી લાવવામાં આવે છે. કપડા ધોવાના પાવડરમાં પણ બાળકો. જેથી તે કહી શકે કે મમ્મી આ જ સાબુ ખરીદવો છે. દાગ અચ્છે હૈ... નુડલ્સ, ટોનિક, ચોકલેટ, કોલ્ડ્રિંક્સ, બિસ્કીટ, ટૂથપેસ્ટ, વેસેલિન, જાંગિયા, બાળોતિયાં... સ્ત્રી પુરુષના ઉપયોગની વસ્તુઓમાં બાળકો અને બાળકોને ખાવાની ચોકલેટની જાહેરાતમાં યુવતીને જોઇને મનમાં લડ્ડુ ફોડતો યુવાન. દો રૂપયમે દો લડ્ડુ. રિયાલિટી શો(ખાસ કરીને બાળકોના) માં જેના અર્થની પણ સમજ ન પડે એવી ગંભીર ગઝલો ગવડાવવામાં આવે છે જે અપ્રાકૃતિક છે. મુન્ની બદનામ હુઇ જેવા ગીતો પર નિયંત્રણ કેમ નહીં? જેનું નામ મુન્ની હોય તેને આ ગીત સાંભળી કેવી ફિલિંગ થતી હશે?

બુધવાર, 9 માર્ચ, 2011

જેવું માનીએ તેવું લખીએ

ઇ ટીવીના સંવાદ કાર્યક્રમમં જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ શ્રી દિગંતભાઈ ઓઝાએ પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં વર્તમાન યુવા પત્રકારોને સંદેશો આપતા કહ્યું હતું કે તમે જે માનો છો તેવું લખો, બોલો.
શું દરેક પત્રકાર, લેખક જે માન્યતા અને વિચારધારા ધરાવે છે એ જ લખે છે? લખી શકે છે?

શ્રી દિગંતભાઈ બિનસાંપ્રદાયિકતાના કટ્ટર હિમાયતી હતા છતાં તેમણે એવું નથી કહ્યું કે કોઈ નિશ્ચિત માન્યતાઓ વિરુદ્ધ કે તરફેણમાં લખો.તમને જે સાચું લાગે તે લાખો. આ સાદી, સરળ વાતને સમજી નવા વિચારોનું સ્વાગત કરી પ્રગટ કરનારા કેટલાં?

દરેકના પ્રત્યેક વિચારો અને માન્યાતો સાથે સહમત ન થઇ શકાય એ જ રીતે વિરોધી મતનું સ્વાગત કરવું એ પણ જરૂરી છે. અને આ જગતમાં છેલ્લું સત્ય શું છે? બધું જ શક્ય છે. કલ્પના પણ ન કરી હોય તે વાસ્તવિકતા બની સામે આવી ઉભું રહે છે.