બુધવાર, 9 માર્ચ, 2011

જેવું માનીએ તેવું લખીએ

ઇ ટીવીના સંવાદ કાર્યક્રમમં જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ શ્રી દિગંતભાઈ ઓઝાએ પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં વર્તમાન યુવા પત્રકારોને સંદેશો આપતા કહ્યું હતું કે તમે જે માનો છો તેવું લખો, બોલો.
શું દરેક પત્રકાર, લેખક જે માન્યતા અને વિચારધારા ધરાવે છે એ જ લખે છે? લખી શકે છે?

શ્રી દિગંતભાઈ બિનસાંપ્રદાયિકતાના કટ્ટર હિમાયતી હતા છતાં તેમણે એવું નથી કહ્યું કે કોઈ નિશ્ચિત માન્યતાઓ વિરુદ્ધ કે તરફેણમાં લખો.તમને જે સાચું લાગે તે લાખો. આ સાદી, સરળ વાતને સમજી નવા વિચારોનું સ્વાગત કરી પ્રગટ કરનારા કેટલાં?

દરેકના પ્રત્યેક વિચારો અને માન્યાતો સાથે સહમત ન થઇ શકાય એ જ રીતે વિરોધી મતનું સ્વાગત કરવું એ પણ જરૂરી છે. અને આ જગતમાં છેલ્લું સત્ય શું છે? બધું જ શક્ય છે. કલ્પના પણ ન કરી હોય તે વાસ્તવિકતા બની સામે આવી ઉભું રહે છે.

2 ટિપ્પણીઓ:

Daredevil Docs કહ્યું...

તમે સુરેશ ચીપલુન્કરને ઓળખો છો? હું તેમના બ્લોગ વાંચુ છું.... હિન્દુત્વ ઉપર સારું લખી શકે છે.

Viral કહ્યું...

sonia gandhi vishe tame shu jano chho is his article gujarati anuvad by me.