શનિવાર, 12 જાન્યુઆરી, 2013

પ્રમાણિકતાનું પોસ્ટમોર્ટમ

પ્રમાણિક હોવું એટલે? વિશ્વ વિખ્યાત ફ્રેંચ અસ્તિત્વવાદી ફિલસુફ  લેખક આલ્બેર કામૂનું એક વિધાન છે - 'પ્રમાણિકતા એ કોઈ કાયદા કાનૂનની મોહતાજ નથી' અહી કોઈ અસ્તિત્વવાદી ફિલસુફીની કે આલ્બેર કામુની ચર્ચા નથી કરવી પણ તેમનું આ વિધાન પ્રમાણિકતા વિષે ઘણું જ સૂચક છે. અપરિચિત નામક ફિલ્મમાં દિગ્દર્શક શંકરે નાયકના મુખે એક સરસ વાક્ય મુક્યું છે - 'ગલતી કોઈ બનિયાન કા સાઈજ નહિ હૈ. છોટી ઔર બડી. મેરી નજર સે તો સભી ગલાતીય એક્ષ્ટ્રા લાર્જ ગલતીયા હૈ ક્યોકી સભી છોટી છોટી ગલતીયા મિલકર એક બહોત બડી ગલતી બન જાતી હૈ'.મારે અહી પ્રમાણિકતનું પોસ્ટમોર્ટમ કરવું છે. બોલવું અને બોલીને તે આચરણમાં મુકવું એ બંનેમાં આભ - જમીન જેટલું અંતર અને ફરક છે, એટલોજ વધારે ખરો પણ ઓછો નહિ એટલો ફરક પ્રમાણિક હોવાનો અને તેને ગમે તેવા સંઘર્ષમય સમય - સંજોગોમાં ટકાવી રાખવામાં રહેલો છે. કાયદા અને સમાજના ડરથી પ્રમાણિક રહે તેના કરતા પણ જે પોતાની સત્યતા અને પ્રમાણિકપણાનું પાલન કરે તે પ્રમાણિક વ્યક્તિ ઉચ્ચ ભૂમિકામાં છે.

કાયદાઓ અને મનુષ્યની સામાજિક વ્યવસ્થાઓમાં ઘણી છટકબારીઓ રહેલી હોય છે. અપ્રમાણિક વ્યક્તિ સમય આવ્યે આ છટકબારીઓમાંથી છટકશે જ. આપણે રીક્ષામાં મુસાફરી કરી ભાડાના થતા પૈસા ચુકવવા તૈયાર છીએ. રીક્ષાવાળાને થતા પૈસા આપ્યા પછી બાકી નીકળતા પૈસા તે એમ કહીને ન આપે કે છુટ્ટા નથી અને ઉપરના પૈસા જે ખરેખર તેના હકના નથી એ ખીસામાં સેરવી લે તેને એક પ્રકારની છટકબારી કહી શકાય. આ તો માત્ર એક ઉદાહરણ છે, આવી છટકબારીઓનો દુનિયામાં તોટો નથી. સવારથી સાંજ સુધી આ જ જોવા મળે છે.   સરકારી બસોમાં આ પ્રકારની અપ્રમાણિકતા વારંવાર જોવા મળે છે. ટીકીટના ભાવો જ એવા રાખવામાં આવે છે કે છુટ્ટાની સમસ્યા ઉભી થાય જ. મને તો લાગે છે કે આ ઉપરથી મુસાફરો માટે અ-સુવિધા ઉભી કરવામાં આવી છે. પણ જો રીક્ષાવાળો છુટા ના હોય તો પણ તેનો સમય બગાડી ગમે તેમ કરી મુસાફરને આપવા માટે છુટા પૈસા લઇ આવે તે પ્રમાંનીકાતાની ઉચ્ચ ભૂમિકા પર છે. ઉપરાંત તમરી કિંમતી વસ્તુ કે પૈસા એ રીક્ષાવાળો જરૂરીયાતમંદ હોવા છતાં તે પૈસા કે વસ્તુ પોતાના પૈસા ખર્ચીને પણ પરત આપે તે પ્રામાણીકતા તો જવલ્લેજ જોવા મળે.

વેપારી નીતિ એવું રૂપકડું નામ આપી અપ્રમાણિકતાને ઢાંકવામાં આવે છે એવું કહીને કે ધંધામાં તો આવું જ હોય અને દરેક વ્યક્તિ વત્તે ઓછે અંશે આ ઢાંક પીછોડાને વસ થઇ જાય છે. ચાલો જવા દો ને... આવું તો ચાલ્યા કરે અને ચાલ્યા જ કરે છે.

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એવી કટોકટીની ક્ષણો આવતી જ હોય છે જ્યારે પ્રમાણિકતા - અપ્રમાણિકતા વચ્ચે જોલા ખાવા પડે. કેટલાક એ કસોટીમાં સંજોગો સાથે બાંધ છોડ કરી પરિસ્થિતિને વશ થઇ જાય તો ઘણા ઓછા લોકો મજબુતીથી અડીખમ ઉભા રહી એ વૈતરણીને પાર કરી જાય. ટસનો માસ ન થાય. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહી...

લશ્કરનો જવાન મૌતને ભેટશે પણ દુશ્મન દેશ સમક્ષ પોતાની જબાન નહિ ખોલે, ભયંકર શારીરિક અને માનસિક યાતના ભોગવવી પડે તો પણ તે રાષ્ટ્ર દ્રોહ ન કરે તે પ્રમાણિકતાની ઉચ્ચતમ કક્ષા છે.

લખવું બોલવું અને આચરણમાં મુકવામાં ભિન્નતા હોવી વર્તમાન પત્રકારત્વ અને લેખન ક્ષેત્ર પણ હવે બાકાત નથી. દંભી ધર્મગુરુઓ અને ઉપદેશકો પણ આ જ કક્ષામાં આવી જાય છે. કોઈ મહાન લેખક તેના જાતી જીવનમાં તેના લેખનથી અલગ જ પ્રકારનું જીવન જીવતો હોય તેવું બની શકે. આ જાત સાથેની અપ્રમાણિકતા છે. જેવી માન્યતા ધરાવતા હોય તેવું લખતા બોલતા જવલ્લે જ જોવા મળશે. અહી તંત્રી કે માલિકની કઠપૂતળી તરીકે કામ કરી પૈસા ગણવા અને પોતાની અંદરના લેખકને મારી નાખવો અને પછી વ્યવસાયિકતાનું રૂપકડું નામ આપી છટકી જવું તે દંભ છે. આ પ્રકારની અ-પ્રમાણિકતા અને દંભી વૃત્તિ ટી વી ચેનલો પર આવતી મોટી જાહેરાતોમાં મોટા (?) કલાકારો કરતા જોવા મળે છે. વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા ઘટી રહી છે એ જ રીતે પત્રકારત્વનાં ક્ષેત્રમાંથી નીકળતી ખોટી અને અધકચરી માહિતી રાષ્ટ્રને અધોગતિ તરફ ધકેલી રહી છે. અને માલિકોને પણ લાહિયાઓ જોઈએ છે જે પોતાની ક્રિએટીવીટીને પોતાની મરજી મુજબ ઢાળી શકે. 



નરેન્દ્ર મોદી - પ્રવૃત્તિનો ઉદ્ભવ અને વિકાસ

 महाजाल पर सुरेश चिपलूनकर

श्री सुरेश चिपलूनकरના લેખનો ગુજરાતી અનુવાદ


૨૦૦૧ માં નરેન્દ્ર મોદીને ગુજરત મોકલવામાં આવ્યા. ૨૦૦૨  માં ગોધરામાં ટ્રેનની બોગી સળગાવવામાં આવી અને ૫૯ હિંદુઓ જીવતાસળગી ગયા. આ ઘટનાને કારણે ગુજરાતમાં જે આક્રોશ પૈદા થયો તેણે ગુજરાતમાં કોમી રમખાણોને જન્મ આપ્યો. જોકે ગુજરાતમાં રમખાણોની ઘટના કઈ નવી ન હતી. ૨૦૦૨ પહેલા ગુજરાતમાં દર વર્ષે ૮ - ૧૦ રમખાણો થવા સામાન્ય બાબત હતી. પરંતુ ૨૦૦૨ ના આ રમખાણોમાં જે રીતે નરેન્દ્ર મોદીએ 'હુલ્લડખોર મુસલમાનો' વિરુદ્ધ કડક હાથે કામ લીધું જેનાથી ૧૯૮૪ થી હિંદુઓમાં ભભકતા અને ઉકળતા દિમાગને થોડીક સાતા વાળી અને તેઓ નરેન્દ્ર મોદીના દીવાના થવા લાગ્યા. બાકી વધેલી કસર સેકુલર મીડીયાએ પૂરી કરી નાખી. જેમને સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ દુષ્પ્રચારનું અભિયાન ચલાવ્યું. ભારતીય સેકુલર (???) મીડિયાનો વ્યવહાર, કવરેજ અને રીપોર્ટીંગ એવા હતા કે જાણે ૨૦૦૨ પહેલા કે પછી  ક્યારેય સમગ્ર ભારતમાં કે  ક્યાય દુનિયામાં કોમી રમખાણો થયા જ ન હોય. મોદીનો વિરોધમાં (અહી મુસલમાન વોટોને ખુસ કરવા એમ વાંચવું) પેડ મીડિયા, કોંગ્રેસ, કહેવાતા સેકુલર બુદ્ધિજીવીઓ, એન જી ઓ ચલાવનાર કઈક ગેન્ગ્સ એટલા નીચે પહોચી ગયા કે તેમણે ગુજરાતની છબીને સંપૂર્ણ રીતે નકારાત્મક રજુ કરવામાં કોઈ જ કસર ન છોડી. હિંદુ મતદારો જે પહેલેથી જ શાહબાનો, રૂબિયા સઈદ, મસ્ત ગુલ, કંદહાર વિમાન અપહરણ તથા વાજપેયી સરકારને પાડી દેવા માટે કરવામાં આવેલી સેક્યુલર ગુટબાજીથી ત્રસ્ત અને આહત હતો. તેઓ નરેન્દ્ર મોદીને એકલા મુકાબલો કરતા જોઇને વધારે મક્કમતા અને તાકાતથી તેમની પાછળ જઈને ઉભા રહી ગયા. નરેન્દ્ર મોદીએ પણ એ વિશાળ હિંદુ સમુદાયને નિરાશ ન કર્યો, અને તેમણે પોતાની જ શૈલીમાં ફૂટલ અને વેચાઈ ગયેલા મીડિયાને જડબાતોડ જવાબ આપ્યો. આ સાથે નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિકાસની લહેર ઉત્પન્ન કરવામાં પણ સફળ રહ્યા. ૨૦૦૨ ની ચૂંટણીમાં રમખાણોનો ઓછાયો હતો, જોકે ૨૦૦૭ માં પણ કોંગ્રેસે એ જ ગંદી ધાર્મિક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીને મૌતના સૌદાગર પણ કહ્યા. તેમ છતાં નરેન્દ્ર મોદીએ કહેવાતા બુદ્ધિજીવી સેક્યુલર ભાન્ડોને બરાબરની પછડાટ આપી. આ સમય વચ્ચે જ હિંદુ યુવાનોએ અટલ બિહારી વાજપેયી દ્વારા સંસદ પર થયેલા હુમલા પછી પાકિસ્તાનને આપવામાં આવેલી લુખ્ખી ધમકી પણ જોઈ જ્યારે વાજપેયીએ સેનાનની એક ગંભીર મુવમેન્ટ પાકિસ્તાનની સીમા સુધી કરી. સેનાની આ વિશાળ મૂવમેન્ટ પર ખાસ્સો એવો ખર્ચ થયો. પરંતુ વાજપેયી એ સમયે પણ પાકિસ્તાનને પાઠ ભણાવવાની હિંમત એકત્રિત ન કરી શક્ય. અને સૈન્યને પોતાની બેરેકમાં પાછું જવું પડ્યું. વાજપેયીએ કારગીલના ખલનાયક મુશર્રફને આગ્રામાં શિખર વાર્તા માટે સમ્માન સાથે બોલાવી લીધા. જે દાજ્યા પર ડામ સમાન હતું એ વાજપેયી જ હતા જેમણે નરેન્દ્ર મોદીને 'રાજ ધર્મ' નિભાવવાની સલાહ આપી હતી. આ બધું જોઈ રહેલ હિંદુ યુવા એન ડી એની સરકારથી નિરાશ અને હતાશ થઇ ગયો હતો. પરંતુ આવા વિપરીત સમયમાં પણ નરેન્દ્ર મોદી પોતાની કડક શૈલી, મીડિયા નામક  સાંઢનાં   શીંગડાઓને પકડી પછાડી અને સેકુલારોને જડબાતોડ જવાબ આપી મક્કમ રીતે ગુજરાત માં લાગ્યા રહ્યા. પ્રત્યેક હિંદુ વિરોધી શક્તિઓના નાક પર ઘા કરી તેઓ એક પછી એક ચૂંટણીઓ પણ જીતી ગયા અને તેઓ હિંદુ યુવાનો પર છવાઈ ગયા..




જે રીતે આશા અને અનુમાન હતા એજ પ્રમાણે પરિણામ સામે આવ્યું. એક એકલા વ્યક્તિ નરેન્દ્ર મોદીએ પોતાની લોકપ્રિયતારણનીતિ અને વાકચાતુર્યથી પોતાની વિરુદ્ધ ચૂંટણી  લડી રહેલા મુખ્ય ધરાના  મીડિયા, એન જી ઓ વાદી  ગેંગ તેમજ પોતાની જ પાર્ટીના કેટલાક અસંતુષ્ટોને ધૂળ ચટાડી ભોય ભેગા  કર્યા  એ ખરેખર કાબિલે દાદ છે આ સૂચીમાં મેં કોંગ્રેસને એટલા માટે પાછળ રાખી કારણકે આ ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી લડી જ રહી ન હતી, એ તો ક્યાય મુકાબલામાં જ ન હતી. ગુજરાતમાં કોંગ્રેસની દુર્ગતીના બે ત્રણ ઉદાહરણો આપી શકાય - પ્રથમ તો એ કે છેલ્લા ૧૦ વર્ષમાં કોંગ્રેસ નરેન્દ્ર મોદી સામે ગુજરાતમાં એક પણ સબળ કોંગ્રેસી નેતા તૈયાર કરી શકી નથી. અને સંજીવ ભટ્ટની પત્નીને નરેન્દ્ર મોદી સામે ઉભી રાખવામાં આવી. બીજું એ કે મોદી વિરુદ્ધ ચૂંટણી જીતવા જે બે મુખ્ય વ્યક્તિઓ પર કોંગ્રેસ નિર્ભર હતી અર્થાત કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા બંને આર એસ એસના ભૂતપૂર્વ સ્વયં સેવક છે અને અને ચૂંટણી પહેલા જ હાર માની લેવાનું તૂટતું કોંગ્રેસી મનોબળ ત્રીજા કારણમાં જોવા મળે છે કે દેશમાં આવી આ પ્રથમ ચૂંટણી હતી કે સમગ્ર ગુજરાતમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેમાં ક્યાય ગાંધી પરિવારના કોઈ પણ સભ્યનો ફોટો પણ લગાવવામાં આવ્યો ન હતો. આ ત્રણ કારણોથી સમજાય છે કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર માની લીધી હતી આથી જ તેમના સ્ટાર પ્રચારક ( ) રાહુલ ગાંધીએ ૧૮૨ સીટો પર થી માત્ર ૭ પર જ પ્રચાર કર્યો.

જોકે કોંગ્રેસની દુર્દશાથી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ ઓછી થઇ જતી નથી પણ ઊલટાની વધી જાય છે કે છેલ્લા દશ વર્ષમાં નરેન્દ્ર મોદીએ પોતાની વિકાસવાદી કાર્ય શૈલીના કારણે ગુજરાતમાંથી વિપક્ષને લગભગ સમાપ્ત જ કરી નાખ્યો. ( ભાજપના અન્ય મુખ્યમંત્રીઓ બોધ પાઠ લે ) હિન્દુત્વની સાથે વિકાસના મિશ્રણનો જે કોકટેલ નરેન્દ્ર મોદીએ રજુ કર્યો છે જે ભાજપના મુખ્યમંત્રી પોત પોતાના રાજ્યોમાં અને ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરવાનું જલ્દી વિચારે તો જ ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં પક્ષની મજબૂતાઈની સંભાવનાઓ વધી શકે છે. ખરેખર તો નરેન્દ્ર મોદી એ જ સમયે ચૂંટણી જીતી ગયા હતા જયારે સદભાવના મિશન વખતે એક મંચ પર તેમણે એક મૌલાના દ્વારા સફેદ જાળીદાર ટોપી પહેરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એ જ દિવસે એમણે એવો સંદેશ આપી દીધો હતો કે તેઓ ગુજરાતમાં બનાવતી સેકુલર નાટકબાજી નહિ ચાલવા દે પણ કોઈ પણ ભેદ ભાવ વગર વિકાસવાદી મુસલમાનોને સાથે લઈને ચાલશે. એનું જ પરિણામ આવ્યું કે ગુજરાતની ૧૨ મુસ્લિમ બહુમતીવાળી સીટોમાંથી ૯ સીટો ભાજપને પ્રાપ્ત થઇ. આમાંથી એક તો વિધાનસભા મતવિસ્તાર જમાલપુરમાં તો ૮૦ ટકા મુસલમાનો છે જ્યાંથી આજ સુધી કોઈ હિંદુ ઉમીદવાર જીત્યો નથી ત્યાંથી પણ મોદીના પસંદગીના હિંદુ ઉમેદવારે વિજય નોધાવ્યો. અર્થાત નરેન્દ્ર મોદીએ આ તથાકથિત સેક્યુલર મીથાકોને તોડી મરોડી નાખ્યા છે. તેમણે બતાવી દીધું કે ગુજરાતના મુસલમાનો પણ આમ નાગરીકો જ છે અને તેમને પણ તુષ્ટિકરણની રાજનીતિ થી ઉપર ઉઠાવી મુખ્ય ધરામાં લાવી શકાય છે. 



હવે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીમાં એવું તો શું જોયું? જવાબ છે - ત્વરિત નિર્ણય શક્તિ એ નિર્ણયોને અમલમાં લાવવા માટે સમગ્ર તાકાત લગાવી દેવી અને ભાષણોમાં, બેઠકોમાં, સભાઓમાં, ચાલ ઢાલમાં તેમની વિશેષ 'દબંગ સ્ટાઈલ' જેણે યુવા મતદારોને વધારે આકર્ષિત કર્યાં. જે સમયે નરેન્દ્ર મોદી મતદાન કરવા જઇ રહ્યા હતા ત્યારે તેમના વાહનની ચારેય તરફ જે રીતે હજારો યુવાનોની ભારે ભીડ હતી, નારાઓ લગાવવામાં આવી રહ્યા હતા, હવામાં મુઠ્ઠીઓ વિંજવામાં આવી રહી હતી એ જોઈ કોઈ 'રોક સ્ટાર'નો આભાસ થતો હતો. અર્થાત જે 'નરેન્દ્ર મોદી પ્રવૃત્તિ' ૧૯૮૪ માં અંકુરિત થવી શરુ થઇ, ૧૯૯૬ અને ૨૦૦૨ માં પલ્લવિત થઇ અને ૨૦૧૨ આવતા આવતા વટવૃક્ષ  થઇ ગઈ.


નર્મદાનું પાણી કોઈ પણ કિંમત સૌરાષ્ટ્ર સુધી પહોચાડવાની વાત હોય, ઉદ્યોગોને બંજર ભૂમિ દાનમાં આપી કોઈ ક્ષેત્રનો વિકાસ કરવાનો હોય કે પછી 'વિશાલ સૌર્ય ઉર્જા પાર્ક' તથા નર્મદા નહેર ઉપર સોઅલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન કરવાના નવા નવા આઈડિયા હોય નરેન્દ્ર મોદીએ  પોતાની કાર્ય શૈલીથી તે પૂરું કરી બતાવ્યું. બાકી રહેલી કસર થ્રી ડી પ્રચારે પૂરી કરી. થ્રી ડી પ્રચારના આઈડીયે કોંગ્રેસને સંપૂર્ણ રીતે ધરાસાઈ કરી નાખી, તેમને સમજ માંજ ન આવ્યું કે આ અજૂબનો મુકાબલો કઈ રીતે કરવો? જ્યાં કોંગ્રેસના નેતાઓ દિવસમાં ૩ - ૪ સભાઓ જ કરી શકતા હતા, એટલા જ ખર્ચમાં નરેન્દ્ર મોદી ૩૬ સભાઓ સંબોધિત કરતા હતા. સોશ્યલ નેટવર્ક પર ફેલાયેલા પોતાના હજારો ચાહકો અને કાર્યકર્તાઓ દ્વારા તેમની વાત આંખના પલકારામાં લાખો લોકો સુધી પહોચી જતી હતી. મુખ્યધારાના મીડિયા દ્વારા કરવામાં આવેલ નકારાત્મક પ્રચાર છતાં મોદીના હકારાત્મક અને વિકાસ કાર્યો ને સોસીયલ મીડીયાએ જનતા સુધી પહોચાડી જ દીધા. આગળનો માર્ગ સરળ જ હતો.


ગુજરાતના આ પરિણામોએ એક તરફ વિપક્ષીઓની ઊંઘ હરામ કરી નાખી છે તો બીજી તરફ ભાજપની અંદર પણ મંથન શરુ થઇ ગયું છે. નિમ્ન-મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગ તથા યુવાનો સમક્ષ નરેન્દ્ર મોદીએ જે છબી ઉપસાવી છે તે જોતા શીર્ષ નેતૃત્વ મોદીની આગામી ભૂમિકા વિષે ઊંડાણથી વિચારવા મજબુર થયું છે. ખરેખર તો ૨૦૧૪ ની લોક્શભાની ચૂંટણીમાં સંઘ ભાજપને ઉત્તરપ્રદેશ અને બિહારમાં પ્રચાર માટે નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિત્વની જરૂર છે. જે માયાવતી અને મુલાયમને તેમની જ ભાષામાં તેમનીજ શૈલીમાં જવાબ આપી શકે. સાથે જ જાતીવાળ અને મુસ્લિમ તુષ્ટિકરણના દલદલમાં ફસાયેલા આ રાજ્યોના ભાજપ કેડરમાં સંજીવની ફૂંકી શકે. આ ભૂમિકા માટે નરેન્દ્ર મોદી એકદમ યોગ્ય છે. ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં થયેલ પાલિકાની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો મોદીના  પોસ્ટર અને સ્ટીકર સાથે જોવા મળ્યા. સંદેશ સ્પષ્ટ છે કે ઉત્તરપ્રદેશના ભાજપના નેતાઓ જગાડાલું બૈરાઓની જેમ સતત અંદરોઅંદર જઘડી રહ્યા છે તથા તેમાંથી કોઈ પણ મુલાયમ-માયાવતીનો સામનો કરવાની સ્થિતિમાં નથી આથી મતદાતા ભાજપને મત નથી આપતા. જે દિવસે નરેન્દ્ર મોદી ત્યાં જી રણશિંગું ફૂંકાશે એ જ દિવસે પરિસ્થિતિ બદલાવી શરુ થઇ જશે. 




૧૯૯૧ થી ૧૯૯૯ સુધી ઉત્તરપ્રદેશમાં ભાજપની લગભગ ૫૦ સીટો આવતી હતી. પરંતુ જ્યારથી ભાજપને સત્તાને લાલચ વળગી અને તેણે હિન્દુત્વના મુદ્દાને હાંસિયામાં ધકેલી દીધો એ જ દિવસથી તેના પતનની શરૂઆત થઇ ગઈ. નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા આજે જોવા મળી રહી છે એ એજ હિદુ મનની દબાયેલી વૃત્તિ છે જે બિનસાંપ્રદાયિકતાની વિકૃતિ અને નાપાક ગઠબંધનના રાજકારણથી ડાબી ગઈ હતી. હિંદુ યુવાન પૂછી રહ્યો હતો કે જો માયાવતી દલિત કાર્ડ રમી શકે, મુલાયમ મુસ્લિમ કાર્ડ ખેલ શકતે હૈ, કોંગ્રેસ પણ પૈસા વેરી વોટ ખરીદો જેવું દેશ દુબડવાનું રાજકારણ રમી શકે તો તો ભાજપને હિન્દુત્વની રાજનીતિથી શું વાંધો છે? આનો જવાબ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હિન્દુત્વનો વિકાસ સાથે જોડી દીધો. સતત સેકુલારીજામ સેકુલારીજામનું ભજન ગાતા પક્ષ તથા ૨૦૦૨ ના રમખાણોને લઈને હંમેશા મીડિયા ટ્રાયલ ચલાવનાર પત્રકારોને પણ મજબુરીમાં ૨૦૧૨ ના ઇલેક્ષનમ આ મુદ્દાઓને દુર રાખવા પડ્યા. આ જ નરેન્દ્ર મોદી પ્રવૃત્તિ ની સફળતા છે. જેને ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ઉત્તરપ્રદેશમાં ભુલાવી દીધું હતું. હવે ઉત્તરપ્રદેશ અને બિહારના મુસલમાનોને વિચારવાનું છે કે શું તેમને તથા કથિત સેકુલર પક્ષોના મહોર બનીને જ જીવવાનું છે (જેમકે છેલ્લા ૬૦ વર્ષથી થતું આવ્યું છે) કે પછી તેઓ પણ ગુજરાતના મુસલમાનોની જેમ નરેન્દ્ર મોદીનો સાથ આપી વિકાસના માર્ગ પર ચાલશે. જ્યાં કોઈ જ તુષ્ટિકરણ ન હોય પણ બધા જ માટે સરખી તકો હોય. નરેન્દ્ર મોદીની આંતર રાષ્ટ્રીય છબી જોતા તેમનામાં એ ક્ષમતા છે કે તેઓ યુપી - બિહારની કિસ્મત પલટી શકે છે. ૨૦૧૪ માં નક્કી થશે કે યુપી - બિહાર જતી વાળ ના દળદળમાંથી બહાર નીકળશે કે નહિ?


ગુજરાતની ચૂંટણીઓમાં મોદીના વિજય પછી એક એસેમેસ ઘણો પ્રચલિત થયો કે દબંગ-૨ પહેલા ગુજરાતમાં સિંઘમ-૩ રિલીજ થઇ ગઈ. આ મેસેજ આધુનિક ભારતના યુવાનોના મનની ભાવના વ્યક્ત કરે છે કે હવે યુવાનોને લલ્લુ ટાઈપ તથા થોપેલા રાજકુમારો જેવા નેતા સ્વીકાર્ય નથી. ભારતનો યુવાન ઈચ્છે છે કે દેશનું સુકાન કોઈક મક્કમ મનોબળવાળા દબંગ વ્યક્તિના હાથમાં હોવું જોઈએ, જે પાકિસ્તાન સાથે teni જ ભાષા માં વાત વાતશકે, જે જડપી નિર્ણય લઇ શકે, જે દેશ હિત માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે, જેના પ્રત્યે બાબુઓના દિલમાં ભય મિશ્રિત સન્માન હોય... ૨૦૦૧ થી પહેલા નરેન્દ્ર મોદીએ ૩૦ વર્ષો સુધી સંઘ-પ્રચારક સ્વયં સેવક તરીકે ભાજપની સેવા કરી, ક્યારેય કોઈ પદની માંગણી ન કરી, ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. સાચો કાર્યકર્તા આવોજ હોય. આથીજ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકવિકાસના કાર્ય કાર્ય અને પ્રત્યેક યોજનાઓમાં લોક્સુવીધાનો ખ્યાલ રાખ્યો. પરિણામ સામે છે- નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર બે તૃતિયાંસ બહુમતી થી ગાંધીનગર પર ભગવો ફરકાવી દીધો. આને આપણે નરેન્દ્ર મોદી પ્રવૃત્તિનું એક વધારે સોપાન કહી શકીએ.

સંક્ષેપમાં તાત્પર્ય એ છે કે નરેન્દ્ર મોદીએ પ્રથમ ચરણ પાર કર્યું છે. તેમના માટે દિલ્લીમાં મંચ સજાવવામાં આવી ચુક્યો છે. સમભાવ છે કે નરેન્દ્ર મોદી આવતા છ મહિના અથવા એક વર્ષમાં જ ભાજપમાં કોઈ કેન્દ્રીય ભૂમિકામાં જોવા મળી શકે. જોકે વિવેચકો એવું માને છે કે ભાજપની અંદર જ મોદી માટે દિલ્લીનો માર્ગ એટલો સરળ નથી. પરંતુ ગુજરાત અને દેશની જનતાના મનમાં જે - માસ હિસ્ટીરિયા નરેન્દ્ર મોદીએ પૈદા કર્યો છે એનો અત્યારે તો ભાજપમાં કોઈ મુકાબલો નથી. સંભાવનાઓ તો એવી જણાય છે કે ૨૦૧૪ ની લોક્શભાની ચૂંટણી માં વ્યક્તિત્વોની ટક્કર ચોક્કસ છે. ભાજપ્મે નરેન્દ્ર મોદી જેવા 'ભીડ ખેચનાર' નેતા હવે તો વિરલ જ બચ્યા છે, તેથી નરેન્દ્ર મોદી પહેલા ભાજપમાં, પછી એન ડી એ માં અને પછી વડાપ્રધાન કાર્યાલયમાં પહોચાવાનું હવે સમયની વાત છે.


                                  

બુધવાર, 9 જાન્યુઆરી, 2013

ઔવેસી એક પ્રતિક છે ઇન્ડિયાની નિષ્ફળ સેક્યુલર લોકતાન્ત્રિક સિસ્ટમનું



અક્બરુદીન ઔવેસીનું નામ એક રાષ્ટ્ર દ્રોહી મુસ્લિમ તરીકે ઉછળી રહ્યું છે. જાગૃત અને રાષ્ટ્રવાદી નાગરીકોની સક્રિયતા   અને કેટલીયે રજુઅતો અને પુરાવાઓ રજુ કરાયા બાદ હવે તેની સામે પગલા લેવામાં આવ્યા. જેમાં મીડિયાનો કોઈ જ ફાળો નથી. ઉલટાનું રાષ્ટ્રીય(?) ચેનલો એવા પ્રકારના લોકોને  પોતાના ન્યૂઝ રૂમમાં લઇ  આવે છે જે આડકતરી રીતે ઓવેસીનો બચાવ કરતા હોય  એક રાષ્ટ્ર  દ્રોહીને છાવરવાનો પ્રયાસ અને સરકાર તેની સામે કોઈ જ પગલા ન લે તે આ સેક્યુલર ઇન્ડિયા માં જ સંભવ છે. બાકી બીજા દેશોમાં ઓવેસી જેવાને ક્યારનોય ઉપર પહોચાડી દેવામાં આવે. પાકિસ્તાન માં કોઈ હિંદુ આ પ્રકારની હિંમત કરી શકે? અરે પાકિસ્તાનની વાત જવા દો આપના જ દેશમાં કોઈ હિંદુ નેતાએ મુસ્લિમો વિરુદ્ધ આ પ્રકારે જાહેરમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોત તો?

અક્બરુદીન ઔવેસીએ હિંદુઓ અને હિંદુ ધર્મ વિષે અપમાનજનક ભાષણ કર્યું હતું. આ આખોય મુદ્દો બહાર આવ્યો તેનું કારણ મીડિયા નથી પણ આ દેશના રાષ્ટ્ર ભક્ત નાગરીકો છે. જેમણે સોસ્યલ નેટવર્કના માધ્યમથી આખાયે ઔવેસીકારણને બહાર લાવ્યું. ઔવેસીને કેવી અને કેટલા સમયમાં સજા થશે એ તો સમય જ જણાવશે પણ હૈદરાબાદ અને અન્ય સ્થળોના કટ્ટરવાદી અને પાકિસ્તાનપરસ્ત મુસ્લિમો પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. હૈદરાબાદમાં મોટી સંખ્યામાં મુસલમાનોએ પાકિસ્તાનના જંડા ફરકાવી ઔવેસીના વિચારોનું અનુમોદન કર્યું હતું. ગુજરાતમાં કેટલાક રાષ્ટ્રવાદી મુસ્લિમોએ ઔવેસી અને તેના તરફ્દારોનો વિરોધ કર્યો પણ તેની  સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ છે. ઔવેસી એક પ્રતિક છે ઇન્ડિયાની નિષ્ફળ સેક્યુલર લોકતાન્ત્રિક સિસ્ટમનું. ભારતીય જનતા પક્ષે વિરોધ કર્યો પણ જેવો અને જેટલા પ્રમાણમાં વિરોધ કરવો જોઈએ તેવો વિરોધ ન કરીને એક મજબુત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી નથી એ પણ સ્વીકારવું રહ્યું.

આજ સમય દરમિયાન પાકિસ્તાને શાંતિ મંત્રણાનો ભંગ કરી ભારતીય લશ્કરના બે જવાનોના માથા કાપી નાખ્યા અને સરકાર તેમજ મીડિયાનું વર્તન શંકા પ્રેરે તેવું છે. મીડિયા માટે બે જવાનોનું મહત્વ સ્ક્રોલમાં આવતા બે લાઈનના સમાચારથી વિશેષ કઈ જ નથી. અને સરકાર દિગ્વિજય નામના વ્યક્તિને એકની એક વાત કરવા આગળ કરી દે છે કે સંઘ અને હિન્દુવાદી સંસ્થાઓ ઇસ્લામિક આતંકવાદી સંગઠનો  જેટલા જ ખતરનાક છે. સરકારને ભીંસમાં લેવાની હોય તેવા સમયમાં શ્રી ભાગવતના પ્રવચન અને આસારામ બાપુના મંતવ્ય પાછળ પિષ્ટપીંજણ કરી કરાવી મીડિયા અને તેનામાં ૧૦૦ ટકા વિશ્વાસ રાખનારા લોકો વ્યર્થનો સમય ગુમાવી રહ્યા છે.


મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

કચરો - અપ્રકાશિત વાર્તા

         
             તેણે બસ સ્ટેન્ડ પરના પાનના ગલ્લા પર થી ગુટકાની પડીકી લીધી અને તોડીને મોઢામાં મૂકી. ચાવતો ચાવતો તે ૫ નં ના પ્લેટફોમ પર આવ્યો. તેણે પોતાના લાંબા વાળની લટો સરખી કરી. બસ સ્ટેન્ડ પર મુકેલી કચરા પેટી પર તેનું ધ્યાન ગયું. તે જોઈ રહ્યો એક પલક. એવામાં જ તેની બસ આવી ગઈ. બસે ઉડાડેલી ધૂળ તેણે પોતાના શરીર પર જીલી લીધી અને ફરી પોતાના વાળની લટો સરખી કરી. બસ ચિક્કાર હતી તેમ છતાં તે ચડી ગયો. આમ તો તેને જ્યાં જવાનું હતું ત્યાં જવા માટે ઘણી બસો હતી પણ તે પ્રથમ દિવસે જ મોડો પાડવા માંગતો ન હતો. તેની પાસે ખાસ કંઈ સામાન હતો નહિ, બે જોડી કપડા અને એક થાળી અને એક વાટકો હતા. તેણે આગળ પાછળ નજર કરી પણ જગ્યા હતી નહિ. જોકે તેની મુસાફરી સાત જ કિલોમીટરની હતી, લાંબી મુસાફરી તો પૂરી થઇ હતી. હવે તો બસ નજીક જ હતું એમ વિચારીને તે કોઈને નડે નહિ એ રીતે ઉભો રહ્યો. એક આધેડ વયનો માણસ બેઠો બેઠો ખારી સિંગ ખાઈ રહ્યો હતો. એક સ્ત્રી તેના બાળક ને સ્તનપાન કરાવી રહી હતી. ધીરે ધીરે બસમાં ભીડ વધવા લાગી એટલે તે આગળ સરક્યો. એવામાંજ ટીકીટ કાપનારો તેની નજીક આવ્યો. તેણે ટીકીટ પુરતા છુટ્ટા પૈસા આપ્યા અને ટીકીટ પેન્ટના ઉપરના ખીસામાં મૂકી. ટીકીટ આપનારો પંચ ખખડાવતો આગળ વધ્યો. તે નવા ચડેલા મુસાફરોને આઘા પાછા થવાનું કહી રહ્યો હતો. અને એક આંચકા સાથે બસ ચાલુ થતાજ ઉભા રહેલા મુસાફરો આપ મેળે જ સરખા થઇ ગયા. બસ આગળ વધી. નાળા પાસેના થીયેટર પર લાગેલા ફિલ્મના પોસ્ટર જોઇને તેણે પોતાના કપાળ પરનો પરસેવો લૂછ્યો. બસ ધીરે ધીરે આગળ વધી રહી હતી. 
       
           બસ શહેરનો  મોટો  રસ્તો ઓળંગી  નાની સડક પર આવી ગઈ હતી  તેને બેસવાની જગ્યા મળી ન હતી છતાં તે પોતાની મસ્તીમાં મસ્ત હતો તેને  જરાક ભય અને ખચકાટ  થતો હતો, જેનું કારણ હતું- ચોખ્ખાઈ! કંડક્ટરે  ઘંટડી વગાડી એટલે તે બસમાંથી ઉતરી ગયો. એ જ જગ્યા હતી  જ્યાં તે એક મહિના પહેલા એડ્મીસન માટે પ્રથમ વખત તેના દૂરના સંબંધી સાથે આવ્યો હતો, અને પોતાના ભવિષ્યને  સુધારવા મક્કમ થયો હતો, ઘરની જવાબદારી તેના ઉપર હતી. આથી તો તે અનિચ્છાએ પણ અધૂરું મુકેલું ભણવાનું ફરી શરુ કરવા તૈયાર થયો હતો. વિચારો ખંખેરી તે આગળ વધ્યો, પોતાના જેવા છોકરાઓ જોઈ તેને થોડો આનંદ થયો તે મેદાન ઓળંગી વિદ્યાલયના મકાન નજીક પહોચ્યો અને તેની નજર ઉપરના લખાણ પર સ્થિર થઇ -  'અપંગ વિદ્યાલય' ઓફિસમાં જઈ તેણે પોતાનું નામ અને અન્ય  કહી તે તેના થોડાક સમાન સાથે બહાર નીકળ્યો અને ત્યાની સાફ સફાઈ થી વિચલિત થઇ ગયો.
       
         ત્રણ રૂમ ઓળંગી તે એક હોલમાં આવ્યો અને તે ચારે તરફ જોઈ રહ્યો. દીવાલને અડીને ત્રીસ જેટલા છોકરાઓના બિસ્તરા  હતા।  જેમાંથી ચાર  પાંચ છોકરાઓ એકની પથારી પર બેઠા હતા તેને અંદર આવતો જોઈ હાથ  ઉચો કરી  સ્વાગત  કર્યું.   તેણે જ્યાં સૌથી વધારે કચરો પડ્યો હતો ત્યાં જમાવી દીધું આ સાથેજ પેલા પાંચેય ની ડોકો એક સાથે ઉંચી થઇ. ત્યાં સુધી બીજા છોકરાઓ પણ આવી ગયા હતા જમવાનો સમય હતો એટલે  પોત પોતાની થાળીઓ લેવાવા માટે. થોડીક જ વાર માં બધા છોકરાઓ થાળીઓ ખખડાવતા હોલની બહાર ચોગાનમાં જમવા બેસી ગયા.તેણે પણ પોતાની સાફ કાર્ય વગરની થાળીમાં જમવાનું લીધું. બીજા દિવસે પોતાની દિનચર્યા પતાવીને હોલમાં આવ્યો ત્યારે કેટલાક છોકરાઓ પોત પોતાની જગ્યા સાફ કરતા હતા. એક છોકરો તમાકુ ચાવી પડીકી સંતાડતો હતો. એક વળી રાતની રાખી મુકેલી રોટલીની મજા લઇ રહ્યો હતો. તે પોતાની જગ્યાએ ગયો અગરબત્તી સળગાવી અને કચરા પર ફેરવી, ધુમાડો કચરા પર ફેલાય એ રીતે લગાવી દીધી અને પ્રણામ કાર્ય.  આ જોઈ રોટલી ચાવાનારનું ચાવવાનું અટકી ગયું. તમાકુ ચાવાનારે અંતરસ આવી ગઈ. હોલમાં બધાની ગતિવિધિ અટકી ગઈ, એજ સમયે ત્યાંથી રેક્ટર પસાર થતા બધા સૌના કામે લાગી ગયા. 
      
         નિશાળનો પ્રથમ દિવસ એકંદરે સારો ગયો. કેટલાક તેની વિચિત્ર વર્તણુકના કારણે તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, એ તેને  ગમ્યું ન હતું. તે હોલ પર તેની જગા પર આવ્યો. કોઈએ તેની જગ્યા સાફ કરી હતી. તેને  તે ન ગમ્યું. તેણે પોતાના ધૂળથી ખરડાયેલા પગ ત્યાં ઘસી નાખ્યા. તે ખુસ થયો. તેણે પોતાના ખીસામાંથી બસની ટીકીટ, પેન્સિલના છોતરા અને તમાકુ પોતાની જગ્યા પર વેર્યા. તે અસ્વચ્છ જગ્યાને ધ્યાનથી નીરખી રહ્યો. જાણે  કોઈ ભક્ત ભગવાનની મૂરતને જોઈ રહ્યો હોય તેમ જાણે સમાધિમાં લીન થઇ ગયો. તે પહોચી ગયો પોતાની દુનિયામાં જ્યાં તેણે કાળી મજુરી કરી હતી... લોકોની ગાળો ખાધી હતી.... કુડા-કચરાના ઉકરડા પર તે કલાકો સુધી પ્લાસ્ટીકની બોટલો અને કાગળના ડૂચા શોધતો હતો... ખોડંગાતા પગે પોટકું ઉપાડી તે માઈલો સુધી પગપાળા ચાલતો હતો... હા કચરો જે તેની રોજી રોટી હતો... કચરો જેણે તેને આશરો આપ્યો હતો... એ કચરાને ચાહવામાં તેને કોઈ નાનમ ન હતી....