બુધવાર, 9 જાન્યુઆરી, 2013

ઔવેસી એક પ્રતિક છે ઇન્ડિયાની નિષ્ફળ સેક્યુલર લોકતાન્ત્રિક સિસ્ટમનું



અક્બરુદીન ઔવેસીનું નામ એક રાષ્ટ્ર દ્રોહી મુસ્લિમ તરીકે ઉછળી રહ્યું છે. જાગૃત અને રાષ્ટ્રવાદી નાગરીકોની સક્રિયતા   અને કેટલીયે રજુઅતો અને પુરાવાઓ રજુ કરાયા બાદ હવે તેની સામે પગલા લેવામાં આવ્યા. જેમાં મીડિયાનો કોઈ જ ફાળો નથી. ઉલટાનું રાષ્ટ્રીય(?) ચેનલો એવા પ્રકારના લોકોને  પોતાના ન્યૂઝ રૂમમાં લઇ  આવે છે જે આડકતરી રીતે ઓવેસીનો બચાવ કરતા હોય  એક રાષ્ટ્ર  દ્રોહીને છાવરવાનો પ્રયાસ અને સરકાર તેની સામે કોઈ જ પગલા ન લે તે આ સેક્યુલર ઇન્ડિયા માં જ સંભવ છે. બાકી બીજા દેશોમાં ઓવેસી જેવાને ક્યારનોય ઉપર પહોચાડી દેવામાં આવે. પાકિસ્તાન માં કોઈ હિંદુ આ પ્રકારની હિંમત કરી શકે? અરે પાકિસ્તાનની વાત જવા દો આપના જ દેશમાં કોઈ હિંદુ નેતાએ મુસ્લિમો વિરુદ્ધ આ પ્રકારે જાહેરમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોત તો?

અક્બરુદીન ઔવેસીએ હિંદુઓ અને હિંદુ ધર્મ વિષે અપમાનજનક ભાષણ કર્યું હતું. આ આખોય મુદ્દો બહાર આવ્યો તેનું કારણ મીડિયા નથી પણ આ દેશના રાષ્ટ્ર ભક્ત નાગરીકો છે. જેમણે સોસ્યલ નેટવર્કના માધ્યમથી આખાયે ઔવેસીકારણને બહાર લાવ્યું. ઔવેસીને કેવી અને કેટલા સમયમાં સજા થશે એ તો સમય જ જણાવશે પણ હૈદરાબાદ અને અન્ય સ્થળોના કટ્ટરવાદી અને પાકિસ્તાનપરસ્ત મુસ્લિમો પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. હૈદરાબાદમાં મોટી સંખ્યામાં મુસલમાનોએ પાકિસ્તાનના જંડા ફરકાવી ઔવેસીના વિચારોનું અનુમોદન કર્યું હતું. ગુજરાતમાં કેટલાક રાષ્ટ્રવાદી મુસ્લિમોએ ઔવેસી અને તેના તરફ્દારોનો વિરોધ કર્યો પણ તેની  સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ છે. ઔવેસી એક પ્રતિક છે ઇન્ડિયાની નિષ્ફળ સેક્યુલર લોકતાન્ત્રિક સિસ્ટમનું. ભારતીય જનતા પક્ષે વિરોધ કર્યો પણ જેવો અને જેટલા પ્રમાણમાં વિરોધ કરવો જોઈએ તેવો વિરોધ ન કરીને એક મજબુત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી નથી એ પણ સ્વીકારવું રહ્યું.

આજ સમય દરમિયાન પાકિસ્તાને શાંતિ મંત્રણાનો ભંગ કરી ભારતીય લશ્કરના બે જવાનોના માથા કાપી નાખ્યા અને સરકાર તેમજ મીડિયાનું વર્તન શંકા પ્રેરે તેવું છે. મીડિયા માટે બે જવાનોનું મહત્વ સ્ક્રોલમાં આવતા બે લાઈનના સમાચારથી વિશેષ કઈ જ નથી. અને સરકાર દિગ્વિજય નામના વ્યક્તિને એકની એક વાત કરવા આગળ કરી દે છે કે સંઘ અને હિન્દુવાદી સંસ્થાઓ ઇસ્લામિક આતંકવાદી સંગઠનો  જેટલા જ ખતરનાક છે. સરકારને ભીંસમાં લેવાની હોય તેવા સમયમાં શ્રી ભાગવતના પ્રવચન અને આસારામ બાપુના મંતવ્ય પાછળ પિષ્ટપીંજણ કરી કરાવી મીડિયા અને તેનામાં ૧૦૦ ટકા વિશ્વાસ રાખનારા લોકો વ્યર્થનો સમય ગુમાવી રહ્યા છે.


ટિપ્પણીઓ નથી: