શનિવાર, 12 જાન્યુઆરી, 2013

પ્રમાણિકતાનું પોસ્ટમોર્ટમ

પ્રમાણિક હોવું એટલે? વિશ્વ વિખ્યાત ફ્રેંચ અસ્તિત્વવાદી ફિલસુફ  લેખક આલ્બેર કામૂનું એક વિધાન છે - 'પ્રમાણિકતા એ કોઈ કાયદા કાનૂનની મોહતાજ નથી' અહી કોઈ અસ્તિત્વવાદી ફિલસુફીની કે આલ્બેર કામુની ચર્ચા નથી કરવી પણ તેમનું આ વિધાન પ્રમાણિકતા વિષે ઘણું જ સૂચક છે. અપરિચિત નામક ફિલ્મમાં દિગ્દર્શક શંકરે નાયકના મુખે એક સરસ વાક્ય મુક્યું છે - 'ગલતી કોઈ બનિયાન કા સાઈજ નહિ હૈ. છોટી ઔર બડી. મેરી નજર સે તો સભી ગલાતીય એક્ષ્ટ્રા લાર્જ ગલતીયા હૈ ક્યોકી સભી છોટી છોટી ગલતીયા મિલકર એક બહોત બડી ગલતી બન જાતી હૈ'.મારે અહી પ્રમાણિકતનું પોસ્ટમોર્ટમ કરવું છે. બોલવું અને બોલીને તે આચરણમાં મુકવું એ બંનેમાં આભ - જમીન જેટલું અંતર અને ફરક છે, એટલોજ વધારે ખરો પણ ઓછો નહિ એટલો ફરક પ્રમાણિક હોવાનો અને તેને ગમે તેવા સંઘર્ષમય સમય - સંજોગોમાં ટકાવી રાખવામાં રહેલો છે. કાયદા અને સમાજના ડરથી પ્રમાણિક રહે તેના કરતા પણ જે પોતાની સત્યતા અને પ્રમાણિકપણાનું પાલન કરે તે પ્રમાણિક વ્યક્તિ ઉચ્ચ ભૂમિકામાં છે.

કાયદાઓ અને મનુષ્યની સામાજિક વ્યવસ્થાઓમાં ઘણી છટકબારીઓ રહેલી હોય છે. અપ્રમાણિક વ્યક્તિ સમય આવ્યે આ છટકબારીઓમાંથી છટકશે જ. આપણે રીક્ષામાં મુસાફરી કરી ભાડાના થતા પૈસા ચુકવવા તૈયાર છીએ. રીક્ષાવાળાને થતા પૈસા આપ્યા પછી બાકી નીકળતા પૈસા તે એમ કહીને ન આપે કે છુટ્ટા નથી અને ઉપરના પૈસા જે ખરેખર તેના હકના નથી એ ખીસામાં સેરવી લે તેને એક પ્રકારની છટકબારી કહી શકાય. આ તો માત્ર એક ઉદાહરણ છે, આવી છટકબારીઓનો દુનિયામાં તોટો નથી. સવારથી સાંજ સુધી આ જ જોવા મળે છે.   સરકારી બસોમાં આ પ્રકારની અપ્રમાણિકતા વારંવાર જોવા મળે છે. ટીકીટના ભાવો જ એવા રાખવામાં આવે છે કે છુટ્ટાની સમસ્યા ઉભી થાય જ. મને તો લાગે છે કે આ ઉપરથી મુસાફરો માટે અ-સુવિધા ઉભી કરવામાં આવી છે. પણ જો રીક્ષાવાળો છુટા ના હોય તો પણ તેનો સમય બગાડી ગમે તેમ કરી મુસાફરને આપવા માટે છુટા પૈસા લઇ આવે તે પ્રમાંનીકાતાની ઉચ્ચ ભૂમિકા પર છે. ઉપરાંત તમરી કિંમતી વસ્તુ કે પૈસા એ રીક્ષાવાળો જરૂરીયાતમંદ હોવા છતાં તે પૈસા કે વસ્તુ પોતાના પૈસા ખર્ચીને પણ પરત આપે તે પ્રામાણીકતા તો જવલ્લેજ જોવા મળે.

વેપારી નીતિ એવું રૂપકડું નામ આપી અપ્રમાણિકતાને ઢાંકવામાં આવે છે એવું કહીને કે ધંધામાં તો આવું જ હોય અને દરેક વ્યક્તિ વત્તે ઓછે અંશે આ ઢાંક પીછોડાને વસ થઇ જાય છે. ચાલો જવા દો ને... આવું તો ચાલ્યા કરે અને ચાલ્યા જ કરે છે.

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એવી કટોકટીની ક્ષણો આવતી જ હોય છે જ્યારે પ્રમાણિકતા - અપ્રમાણિકતા વચ્ચે જોલા ખાવા પડે. કેટલાક એ કસોટીમાં સંજોગો સાથે બાંધ છોડ કરી પરિસ્થિતિને વશ થઇ જાય તો ઘણા ઓછા લોકો મજબુતીથી અડીખમ ઉભા રહી એ વૈતરણીને પાર કરી જાય. ટસનો માસ ન થાય. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહી...

લશ્કરનો જવાન મૌતને ભેટશે પણ દુશ્મન દેશ સમક્ષ પોતાની જબાન નહિ ખોલે, ભયંકર શારીરિક અને માનસિક યાતના ભોગવવી પડે તો પણ તે રાષ્ટ્ર દ્રોહ ન કરે તે પ્રમાણિકતાની ઉચ્ચતમ કક્ષા છે.

લખવું બોલવું અને આચરણમાં મુકવામાં ભિન્નતા હોવી વર્તમાન પત્રકારત્વ અને લેખન ક્ષેત્ર પણ હવે બાકાત નથી. દંભી ધર્મગુરુઓ અને ઉપદેશકો પણ આ જ કક્ષામાં આવી જાય છે. કોઈ મહાન લેખક તેના જાતી જીવનમાં તેના લેખનથી અલગ જ પ્રકારનું જીવન જીવતો હોય તેવું બની શકે. આ જાત સાથેની અપ્રમાણિકતા છે. જેવી માન્યતા ધરાવતા હોય તેવું લખતા બોલતા જવલ્લે જ જોવા મળશે. અહી તંત્રી કે માલિકની કઠપૂતળી તરીકે કામ કરી પૈસા ગણવા અને પોતાની અંદરના લેખકને મારી નાખવો અને પછી વ્યવસાયિકતાનું રૂપકડું નામ આપી છટકી જવું તે દંભ છે. આ પ્રકારની અ-પ્રમાણિકતા અને દંભી વૃત્તિ ટી વી ચેનલો પર આવતી મોટી જાહેરાતોમાં મોટા (?) કલાકારો કરતા જોવા મળે છે. વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા ઘટી રહી છે એ જ રીતે પત્રકારત્વનાં ક્ષેત્રમાંથી નીકળતી ખોટી અને અધકચરી માહિતી રાષ્ટ્રને અધોગતિ તરફ ધકેલી રહી છે. અને માલિકોને પણ લાહિયાઓ જોઈએ છે જે પોતાની ક્રિએટીવીટીને પોતાની મરજી મુજબ ઢાળી શકે. 



1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

Very good thoughts.

ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

http://kenpatel.wordpress.com/
saralhindi.wordpress.com