શુક્રવાર, 18 માર્ચ, 2011

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રસ્તાવના

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રસ્તાવના આ લેખ હિન્દી લેખ આપ સોનિયા ગાંધી કો કિતના જાનતે હો?महाजाल पर सुरेश चिपलूणकर(sureshchiplunkar)નો ગુજરાતી અનુવાદ છે. જ્યારે ઇન્ટરનેટ અને બ્લોગની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે સોનિયા ગાંધી વિશે ઘણું વાંચવા મળ્યું . પહેલા તો મેં પણ આનો વિશ્વાસ ન કર્યો અને માત્ર બકવાસ સમજી મગજમાંથી કાઢી નાખ્યું પણ એક બે નહીં ઘણાં લેખકોએ સોનિયા ગાંધી વિશે ઘણું લખ્યું છે જે હજુ સુધી પ્રિન્ટ મીડિયામાં આવ્યું નથી અને ભારતમાં કેટલાં અને કેવાં પ્રકારના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તે જણાવવાની જરૂર નથી. આ સમગ્ર માહિતી હિન્દીમાં અને ખાસ કરીને યુનિકોડમાં પણ વાચકોને સરળતાથી મળવી જોઇએ એ વિચારી મેં નહેરુ ગાંધી રાજવંશ નામની પોસ્ટ લખી હતી જેનાથી મને ભિન્ન પ્રતિસાદ મળ્યા. કેટલાકે તેના વખાણ કર્યા અને કેટલાક તટસ્થ રહ્યા તો કોઇકે વ્યક્તિગત મેઇલ મોકલી ગાળો પણ આપી. મુંડે મુંડે મર્તિભિન્ના. આતો સ્વાભાવિક જ હતું પણ સૌથી આશ્ચર્યકારક એ હતું કે કેટલાક વિદ્વાનોએ મારી લેખનકળાને જ પડકારી અને અંગ્રેજીથી હિન્દી અથવા હિન્દીથી મરાઠીના અનુવાદને એક અમૌલિક કાર્ય જાહેર કર્યું . જો કે હું તો અનુવાદને લેખન કૌશલ્ય માનુંજ છું અને દેશની એક મહત્વની હસ્તિ વિશેના લખાણને હિન્દી વાચકો માટે અનુવાદ રજૂ કરવાને કર્તવ્ય સમજું છું. લગભગ હું એટલો તો ઇમાનદાર છું કે જ્યાંથી અનુવાદ કરું તેમનું નામ પ્રાપ્ત હોય તો નામ અને લિંક મળે તો લિંક મૂકું છું . સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? ના મૂળ અંગ્રેજી લેખક છે એસ ગુરુ મૂર્તિ અને આ લેખ તારીખ ૧૭ એપ્રિલ ૨૦૦૪માં ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં અનમાસ્કિંગ સોનિયા ગાંધી શીર્ષકથી પ્રકાશિત થયો હતો...

ટિપ્પણીઓ નથી: