સોમવાર, 21 માર્ચ, 2011

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રકરણ ૧


      ભારતની જાસુસી સંસ્થા રૉનું સર્જન ૧૯૬૮માં થયું હતું. જેણે વિવિધ દેશોની ગુપ્તચર સંસ્થાઓ- અમેરિકાની સી આઇ એ, રશિયાની કે જી બી, ઇઝરાયેલની મોસાદ તથા ફ્રાંસ અને જર્મનીમાં પોતાના સંપર્કો વધાર્યા અને એક નેટવર્ક ઉભું કર્યું. આ જાસુસી સંસ્થાઓના પોત પોતાના સ્ત્રોત હતા અને તેઓ આતંકવાદ, ઘૂષણખોરી અને ચીનના ભય વિશે માહિતીનું આદાન પ્રદાન કરવામાં સક્ષમ હતી. પણ રૉએ ઇટલીની જાસુસી સંસ્થાઓ સાથે આ પ્રકારનો સહયોગ અને જોડાણ કર્યું ન હતું કારણકે રૉના વરિષ્ઠ જાસુસોની માન્યતા હતી કે ઇટાલિયન જાસુસી સંસ્થાઓ ભરોસાપાત્ર નથી અને તેમની માહિતીની ક્ષમતા પણ શંકાપ્રેરક હતી. ૧૯૮૦માં સંજય ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધીનો સક્રિય રાજકારણમાં પ્રવેશ થયો. રૉની નિયમિત બ્રિફિંગમાં રાજીવ ગાંધી પણ ભાગ લેવા લાગ્યા હતા. એવી સંક્ષિપ્ત બેઠકને બ્રિફિંગ કહે છે જેમાં રૉ, સી બી આઇ અથવા પોલીસ કે અન્ય સરકારી સંસ્થા વડાપ્રધાન ગૃહમંત્રીને પોતાનો અહેવાલ આપે છે. જ્યારે રાજીવજી સરકારના કોઇ પદ પર ન હતા તેઓ તે સમયે માત્ર કોંગ્રેસના મહાસચિવ હતા. રાજીવ ગાંધી ઇચ્છતા હતા કે અરુણ નહેરુ અને અરુણસિંહ પણ રૉની આ બેઠકમાં સામેલ થાય. રૉના કેટલાંક વરિષ્ઠ અધિકારીઓએ દબાયેલા અવાજે આ બાબતનો વિરોધ પણ કર્યો હતો. રાજીવ ગાંધી કોઇ અધિકારિક પદ પર ન હતા છતાં પણ ઈંદિરા ગાંધીએ રૉને તેની અનુમતિ આપવા કહ્યું હતું છતા પણ રૉએ ઈંદિરાજી સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે એ લોકોના નામ આ બ્રિફિંગના રૅકોર્ડમાં નહીં આવે. એ બેઠકો દરમિયાન રાજીવ ગાંધી રૉ પર એવું સતત દબાણ કરતા હતા કે તેઓ ઇટાલિયન જાસુસી સંસ્થાઓ સાથે પણ જોડાણ કરે. રાજીવ ગાંધી એવું કેમ ઇચ્છતા હતા? શું તેઓ એટલા અનુભવી હતા કે તેમને ઇટાલિયન જાસુસી સંસ્થાઓના મહત્વની સમજ આવી ગઇ હતી? એવું કંઇ જ ન હતું. આની પાછળનું એક માત્ર કારણ હતું-સોનિયા ગાંધી રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે ઇસ ૧૯૬૮માં લગ્ન કર્યા હતા. જો કે રૉની એવી માન્યતા હતી કે ઇટલીની એજન્સીઓ સાથે જોડાણ એટલે-પૈસા અને સમયની બરબાદી. રાજીવજી સતત દબાણ કરતા રહ્યા, છેવટે દશ વર્ષ પછી રૉએ ઇટલીની જાસુસી સંસ્થાઓ સાથે જોડાણ કરી નાખ્યું. શું તમે જાણો છો કે રૉ અને ઇટલીના જાસુસોની પ્રથમ અધિકારિક મીટિંગની વ્યવસ્થા કોણે કરી હતી? જી હા, સોનિયા ગાંધીએ. સીધી વાત એ છે કે સોનિયા ગાંધીનો ઇટલીના જાસુસો સાથે સતત સંપર્ક હતો. એક કોમળ ગૃહિણી જે રાજકારણ અને પ્રશાસનિક બાબતોથી અલિપ્ત હોય અને ઇટાલિયન જાસુસી સંસ્થાઓ સાથે જેનો ઘરોબો હોય તે વિચારવા જેવી બાબત છે એ પણ ત્યારે જ્યારે તેમણે ભારતીય નાગરીકત્વ સ્વીકાર્યું ન હતું (ભારતીય નાગરીકત્વ તેમણે ઘણા સમય પછી પ્રાપ્ત કર્યું.) વડાંપ્રધાનના ઘરમાં રહેતા હોવા છતાં! જો કે રાજીવ સ્વયં સરકારમાં ન હતા. એવું હોઇ શકે કે રૉ આ જ કારણથી ઇટાલિયન જાસુસી સંસ્થાઓ સાથે ગઠબંધન કરવા અચકાતી હોય કારણકે આવા કોઇ પણ સહયોગ પછી એ જાસુસોની પહોંચ માત્ર રૉ સુધી સીમિત ન રહેતા વડાંપ્રધાન કાર્યાલય સુધી વધી શકે એમ હતી. જ્યારે પંજાબમાં આતંકવાદ પરાકાષ્ટાએ હતો ત્યારે સુરક્ષા અધિકારીઓએ ઇંદિરા ગાંધીને બુલેટપ્રૂફ કારમાં જવાની સલાહ આપી હતી. ઈંદિરા ગાંધીએ એમ્બેસેડર કારોને બુલેટ પ્રૂફ બનાવવા કહ્યું એ સમયે ભારતમાં બુલેટપ્રૂફ કારો બનતી ન હતી જેથી એક જર્મન કંપનીને બુલેટપ્રૂફ કારો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો. જાણવા ચાહો છો આ ઓર્ડરનો વચેટિયો કોણ હતો? (ક્રમસઃ) महाजाल पर सुरेश चिपलूनकर (suresh chiplunkar)માંથી ગુજરાતી અનુવાદ- આ બ્લોગની લિંક માટે મારી લિંક સુચિ જુઓ

ટિપ્પણીઓ નથી: