શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

સાંસ્કૃતિક આતંકવાદકમાલના અભિનેતા અને પ્રોડ્યુસર ડીરેક્ટર કમલની ફિલ્મ 'વિશ્વારુપમ'ને પ્રસારિત થતા અટકાવી દેવામાં આવી છે. તમિલનાડુ સરકારનો અને તેને અટકાવવામાં રસ છે તેવા રાજકીય સંગઠનોનો  આક્ષેપ છે કે ફિલ્મમાં મુસ્લિમોને આતંકવાદી દર્શાવવામાં આવ્યા છે. કમલે તેનો બચાવ કર્યો અને કહ્યું કે ફિલ્મમાં જે બાબતનો વિરોધ કરી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એવું કઈ જ નથી, ઉલટાનું મુસ્લિમોને પણ આ ફિલ્મ પસંદ આવશે. કહેવાય છે કે કમલે આ ફિલ્મમાં પોતાની જિંદગી ભરની કમાણી લગાવી દીધી છે. એટલે કમલ તરફથી તીખી પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક છે. કમલની ફિલ્મો સામાન્ય ચીલા ચાલુ હિન્દી ફિલ્મો જેવી નહિ પણ જરા હટકે હોય છે અને તેમની બૌધિક ક્ષમતા ફિલ્મમાં જોવા મળતી જ હોય છે. આ એવો અભિનેતા અને દિગ્દર્શક છે જે વાસ્તવ અને કલ્પનાનું ગજબનું મિશ્રણ કરી દેશના પ્રશ્નોને વાચા આપે છે. 'હે રામ', 'હિન્દુસ્તાની', 'દશાવતાર' જેવી અદ્ભુત ફિલ્મો દ્વારા તેમણે જે સંદેશ આપ્યો તેને દુનિયા જાણે છે. પોતાનો રાજકીય રીતે ઉપયોગ થતો હોવાનું કહી કહ્યું કે આ 'સાંસ્કૃતિક આતંકવાદ' છે. અને તે ખોટું પણ નથી. સાચા કલાકારોની કલાને સમજ્યા વગર જ તેની રચનાને અટકાવવી અને કલાના નામે સંસ્કૃતિના છોતરા ઉડાડ્નારાઓને છૂટો દોર આપી દેવો તે સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય. એવી કઈ ફિલ્મ છે જેમાં હિન્દુઓનો મત વ્યક્ત થયો હોય? 'હે રામ' ફિલ્મ દ્વારા કમલે એ પ્રયાસ કર્યો હતો અને એ સમયે પણ તેણે ચોક્કસ પ્રકારના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અને તેથી જ કમલ તેમને આંખના કણાની જેમ ખુંચે તે સ્વાભાવિક છે.

'દશાવતાર' ફિલ્મમાં કમલ દશ રૂપોમાં જોવા મળે છે. 'હિન્દુસ્તાની'માં ક્રાંતિકારીનું પાત્ર એક રાષ્ટ્રવાદીને પોતીકું લાગે અને 'હે રામ'નો મદ્રાસી બ્રાહ્મણ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. 'હે રામ' વખતે પણ આવો જ વિરોધ ગાંધીવાદીઓ અને કોંગ્રેસ દ્વારા થયો હતો. જેના કારણે કેટલાક અદ્ભુત દ્રશ્યો અત્યારે ફિલ્મમાંથી નીકળી ગયા છે. ક્યારેક આ ફિલ્મ ટીવી પર બતાવવામાં આવે ત્યારે કેટલાક વાંધાજનક(?) દ્રશ્યો બતાવવામાં આવતા નથી. અને આ મુઠી ઉછેરો કલાકાર એમ ગાંજ્યો જાય એવો નથી. તેની ફિલ્મ આજે નહિ તો કાલે પ્રદર્શિત થશે જ તેમાં નવાઈ નથી.

'હે રામ' ફિલ્મમાં કમલે શાહરૂખ ખાનને એક નાનકડી ભૂમિકા આપી હતી. એ પછી શાહરૂખે તેની ફિલ્મ 'મૈ હૂં ના' માં કમલને અભિનય કરવાની વિનંતી કરી  હતી અને કમલે તેનો અસ્વીકાર એવું કહીને કર્યો હતો કે ફિલ્મની સ્ક્રીપ્ટ બરાબર નથી, જેનાથી શાહરુખને માઠું લાગી ગયું હતું.  હવે 'મૈ હું ના' જેવી ધરાર અવાસ્તવિક ફિલ્મમાં કમલને રસ ન પડે અને તે શાહરુખને ન સમજાય તે પણ સ્વાભાવિક છે. 'મૈ હું ના' ફિલ્મમાં એક હિન્દુને આતંકવાદી દર્શાવવામાં આવ્યો હતો જેમાં રતી ભાર પણ વાસ્તવિકતા નથી. તે ફિલ્મ વિના વિરોધે રિલીજ થઇ ગઈ હતી અને હીટ પણ સાબિત થઇ હતી. હિન્દી ફિલ્મોમાં મુલ્લાઓ અને પાદરીઓની કરુણતા અને પંડિતોની નીચતા અને અધમતાની નવાઈ નથી. હિંદુઓ જો એવું વિચારે તો એક પણ ફિલ્મ રિલીજ ન થવા દે. અને આમેય હિન્દી ફિલ્મો સંક્રમણ કાળમાંથી પસાર થઇ રહી છે. લવ... સેક્ષ અને ધોકા સિવાય શું જોવા મળે છે?

અહી એક કાર્ટૂન દોરાનારાની ધરપકડ થઇ શકે છે પણ જાવેદ અખતરો, મહેશ ભટ્ટો અને નિદા ફજલીઓના હિંદુઓ પરના બેફામ વાણી વિલાસને માથે ચઢાવવામાં આવે અને કોઈ એક ખાસ કોમની બદીઓ વિષે જરા સરખો પણ ઈશારો  કરે તો તેનું કેરિયર ધૂળ ધાણી કરી નાખવામાં આવે તે સાંસ્કૃતિક આતંકવાદ જ છે. ગયા વર્ષે ટીવી ચેનલ પર પ્રસારિત થતી ૨ ટીવી સીરીયલો એકએક બંધ કરી દેવામાં આવી. 'ચંદ્ર ગુપ્ત મૌર્ય' ધનનંદનાં વધ પહેલા બંદ થઇ અને ત્યાર પછી 'વીર શિવાજી' માં છત્રપતિ શિવાજીના વાઘ નખથી અફજલ ખાનનું પેટ ચીરાતું બિનસાંપ્રદાયિક હિન્દુસ્તાનમાં ન જોઈ શકાય તે સ્વાભાવિક છે.સાચી વાત તો એ છે કે સાંસ્કૃતિક આતંકવાદ પણ ધીરે ધીરે પણ મક્કમતાથી જડો જમાવી રહ્યું છે. જેમાં સાચાની નિષ્ક્રિયતા અને ખોટાની સક્રિયતાથી ફૂલી ફાલી શકે છે. ઢંગ ધડા વગરની ફિલ્મો અને ટી વી સીરીયલો અને અધુરી, અધકચરી, અતાર્કિક એવી અન્ય સામગ્રી ઠાલવતા ક્ષેત્રો આના ઉદાહરણો છે. મોટા માધ્યમોમાં મોટી મોટી વાતો કરનારા ખરા ટાણે પાણીમાં બેસી જાય તે પણ (અદ્રશ્ય) સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય.

રીલેટેડ પોસ્ટ - 'હે રામ' એક નિષ્ફળ અને ભુલાયેલી ફિલ્મની સમીક્ષા

ટિપ્પણીઓ નથી: