આજે બજારમાં શાક-ભાજી
વેચનારાઓ વચ્ચેની તકરાર મારાથી સંભળાઈ ગઈ. આ સબ્જીવાળો ભાઈ દરરોજ હાઈવે
નજીક ઉભો રહે છે અને આજે તે બજારમાં ઉભો રહ્યો. અને તેની આદત અને આવડતનાં
કારણે જોર જોર થી બુમો પડતો હતો. બીજી લારીવાળી બહેનોએ વાંધો ઉઠાવ્યો કે
તું બુમો કીમની પાડશ. પણ તેને તો વધારે શુરાતન ચડ્યું. બજારમાં સૌથી
વ્યાજબી કહી શકાય તેવો ભાવ તેનો હોય છે. જોખવામાં ગોટાળો કરતો હોય તો રામ
જાણે પણ તે બોલવાની તેની કળાનો છૂટ થી ઉપયોગ કરે છે. ઓછા નફે અને આ રીતે લય
બદ્ધ રીતે બોલી ગ્રાહકોને આકર્ષિત કરી તે ધંધો કરે છે. દરેક લારીવાળાની આ
બીઝનેસ સ્ટ્રેટેજી ના પણ હોય.
એટલે તેમને આ ખટકે તે સ્વાભાવિક છે. વિરોધ છતાં તે તેની સ્ટ્રેટેજી બદલ્યા
વગર હિંમત અને મક્કમતાથી ત્યાં ઉભો રહ્યો.
બોલવું - સ્પષ્ટ રીતે, સામેવાળાને સમજાય તે રીતે અને લવારો કરવો તેમાં ઘણો
તફાવત છે. લવારો કારણ વગર થાય છે અને બોલવાનું હોય છે જ્યાં જરૂર હોય
ત્યાજ. આમ ઘણી બકા બક થતી હોય પણ જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં જીભ સિવાઈ
જતી હોય છે. કારણ વગરના લાવારમાં તે ઉર્જા ખતમ થઇ ચુકી હોય છે. મને યાદ છે
હું એક જાણીતા દૈનિકમાં ટ્રેઈની પત્રકાર તરીકે જોડાયો હતો અને બીજા પણ ઘણા
મિત્રો મારી સાથે હતા. એક મહિના ઉપર સમય થઇ જવા છતાં વેતન આપવામાં આવ્યું ન
હતું અને કોઈ ખાસ કામ પણ સોપવામાં આવ્યું ન હતું. આખો દિવસ કામ કર્યા વગર જ
પસાર થતો. તંત્રી આવવા જવામાં ઘણા જ અનિયમિત હતા. કંટાળો વધતો જતો હતો અને
તેનો કોઈ જ નિવેડો આવે તેમ લાગતું ન હતું. અંદરો અંદર ગુસ પુસ ચાલુ જ હતી. એવામાં જ તંત્રીનું આગમન થયું. તેઓ જેવા એમની કેબીનમાં જઈને બેઠા એવો જ હું
તેમની કેબીનમાં ઘુસી ગયો અને પરિસ્થિતિની જાણ કરી આગળ નિર્ણય લેવા કહ્યું.
જોકે પછી તેમણે એવું કહ્યું કે આજે હું આ વાત કરવાનો જ હતો. હું બહાર
આવ્યો ત્યારે મિત્રો આશ્ચર્ય અને ઉત્સુકતાથી મને જોઈ રહ્યા કારણકે મારી છાપ
એક ઓછા બોલા વ્યક્તિ તરીકેની હતી. જોકે એવું નથી કે જીવનના પ્રત્યક તબક્કે
જરૂર જણાય ત્યાં હું મારી વાત રજુ કરી જ શક્યો છું. મેં પણ મારા જીવનમાં ન
બોલીને ઘણી ભૂલો કરી જ છે અને ક્યાંક કારણ વગરનો લવારો પણ થયો હશે. પણ
કહેવાનો મતલબ કે ક્યારેક બોલવું જરૂરી બની જાય છે. પોતાનો હક્ક માંગવા પણ
બોલવું પડે.
વક્તૃત્વાની પણ એક કળા હોય છે. બોલકા માણસો
પણ જાહેરમાં બોલવા ઉભા થાય ત્યારે તેમના પગ ધ્રુજવા લાગે, ગાળામાં શોષ પડે
અને જીભ થોથવાઈ જાય. એવા પણ વક્તાઓ છે જે ઓછા બોલા હોય અને જાહેર સભામાં
જંગી મેદની વચ્ચે બોલે ત્યારે લોકોમાં એકતાનતા આવી જાય.અમિતાભ બચ્ચન ઓછા બોલા છે એમ કહેવાય છે પણ જ્યારે તેઓ અભિનયથી સંવાદ બોલે
અને જે શ્રેષ્ઠ પરિણામ સામે આવે તેને દુનિયા જાણે છે. દિગ્વિજયસિંહ ઘણું
બોલે છે પણ જો જાહેરસભા સંબોધવાની હોય તો કોંગ્રેસી સમર્થકો પણ ભાગી જાય. ગૃહ મંત્રી શિંદેની બકવાસ પછી હાફિજ યુ એન માં જઈને તેની વાત રજુ કરી
આવ્યો. શિંદેનાં વેણ આપણા માટે લવારો સાબિત થયા અને હાફિજની યુનોમાં રજૂઆત
તેના માટે બોલે તેના બોર વેચાય સાબિત થઇ શકે છે.
નક્કર અને સ્પષ્ટ રજૂઆતથી જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. રણભૂમિમાં યુદ્ધ લડયા પછી
પણ જો બોલતા ન આવડે તો હારી જવાય છે. અડોલ્ફ હિટલરનું તેના સૈનિકોને એવું
ઉદબોધન થતું કે તેઓ કાં તો જીતવું અથવા સીધા કોફીનમાં જ જવું એવા નિર્ણય પર
આવી જતા. હેઈલ હિટલર... હેઈલ હિટલર... ના જયઘોષથી
હિટલરના શબ્દોનો પડઘો પડતો. હિટલરના તેજાબી ભાષણની જાદુઈ અસર થતી.
ભારતીય જનતા પક્ષના કોઈ નેતાએ કોઈ ખાસ કોમનો ઉલ્લેખ કરીને એમ કહ્યું હોત કે
આ આતંકવાદી છે કે આતંકવાદને પ્રોત્સાહન આપે છે તો કોન્ગ્રેસીયાઓ માથે ચડી
બેઠા હોત પણ અહી તો ગૃહમંત્રીના લાવરને બે દિવસ
થઇ ગયા ત્યારે સામે પક્ષે પણ એવી જ પ્રતિક્રિયા અપાય છે. દુનિયાના સૌથી
મોટા લોકતંત્રમાં એવી કોઈ સંવિધાનિક સંસ્થા નથી જ્યાં શિંદેનાં કથનને
પડકારી તેમના 'વેણ' ને 'છેલ્લા' વેણ બનાવી દેવામાં આવે? બોલવું અને રજૂઆત
કરવી પણ ક્યાં અને કઈ રીતે? એ પણ જરૂરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો