બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

સોનિયા ગાંધીના અસત્યોનું સત્ય

સુબ્રમણ્યમ સ્વામીના લેખનો ગુજરાતી અનુવાદ વાયા સુરેશ ચિપલૂણકર - તેમની અનુમતિ સાથે 

મારો (મતલબ ડો. સ્વામીનો) સોનિયા ગાંધીનો વિરોધ માત્ર એટલા માટે નથી કે તેમનો જન્મ ઈટલીમાં થયો છે, કારણકે આ કોઈ મુદ્દો નથી પણ ઇટલી સહીત કોઈ અન્ય દેશમાં વિદેશી મૂળના મુદ્દાનો ફેસલો ત્યાના ન્યાયાલયોએ કરેલો જ છે કે સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પદો પર વિદેશી મૂળની વ્યક્તિ  પદસ્થ ન થઇ શકે પણ ભારતમાં એવો કોઈ કાયદો નથી. ૧૭ મે ૨૦૦૪ ના દિવસે ૧૨ : ૪૫ વાગ્યે રાષ્ટ્રપતિએ મને મળવાનો સમય આપ્યો હતો, એ સમયે મે તેમને કહ્યું હતું કે જો સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તો હું સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશ અને 'નોંધણી' દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવાના કારણે તે રદ્દ પણ થઇ શકે છે. 

ભારતીય નાગરીકો માટે સોનિયા ગાંધીના બેક ગ્રાઉન્ડ વિષે માહિતી પ્રાપ્ત કરાવી ઘણું જ અઘરું છે કારણકે ઈટલીમાં જન્મના કારણે અને ત્યાની ભાષાકીય સમસ્યાઓના કારણે પત્રકારો માટે પણ તે અઘરું જ છે.  (ભારતમાં પૈદા થયેલા નેતાઓના બેક ગ્રાઉન્ડ વિષે આપણે કેટલું જાણીએ છીએ?)  છતાં નાગરિકોને જાણવાનો અધિકાર તો છે જ. સોનિયા ગાંધીની સમગ્ર માહિતી તેમના દ્વારા અથવા કોંગ્રેસના વિવિધ મુખપત્રોમાં પ્રશારિત થયેલ સામગ્રી પર આધારિત છે જેમાં ત્રણ જૂઠ સ્પષ્ટ રીતે પકડમાં આવી જાય છે.

પ્રથમ જૂઠ - સોનિયા ગાંધીનું ખરું નામ 'સોનિયા' નહિ પણ 'એન્ટોનિયો' છે, આ વાતનો ઇટાલીના રાજદૂતને ૨૭ એપ્રિલ ૧૯૮૩ માં લખાયેલા પત્રમાં સ્વીકાર થયો છે. આ પત્ર ગૃહ ખાતે પોતાની મરજી થી ક્યારેય સાર્વજનિક કર્યો નથી. 'એન્ટોનિયો' નામ સોનિયા ગાંધીના જન્મ પ્રમાણપત્રમાં અંકિત છે. સોનિયા ગાંધીને સોનિયા એવું નામ તેમના પિતા સ્વ. સ્ટેફાનો માયાનોએ આપ્યું હતું. સ્ટેફાનો માયનો દ્વિતીય વિશ્વ યુદ્ધ સમયે રશિયામાં યુદ્ધ કૈદી હતા. તેમણે એક કાર્યકર્તા તરીકે નાજી સેનામાં કામ કર્યું હતું. જેમકે ઘણા ઇટાલિયન ફાસીવાદીઓએ કર્યું હતું. 'સોનિયા' એક રશિયન નામ છે, ઇટાલિયન નથી. રશિયન જેલમાં સમય વ્યતીત થતા તેઓ ધીરે ધીરે રશિયાના સમર્થક થઇ ગયા હતા. ખાસ કરીને ત્યારે જ્યારે તેમના સહીત ઘણા ફાસીવાદીઓની સંપતિ અમેરિકા દ્વારા જપ્ત અને નષ્ટ કરવામાં આવી હતી. 

બીજું જૂઠ - તેમનો જન્મ ઇટાલીના લુસિયાનામાં થયો હતો, સંસદમાં આપેલ સપથ પત્રમાં ઉલ્લેખિત તેમનું જન્મસ્થાન ઓર્બેસ્સાનો એ ગપ છે. કદાચ તેઓ તેમનું સાચું જન્મ સ્થાન લુસિયાના છુપાવવા ઈચ્છે છે કારણકે તેનાથી તેમના પિતાનો નાજીઓ અને મુસોલીની સાથેનો સંબંધ પ્રગટ થાય છે. ખરેખર તો તેમના પરિવારને યુદ્ધ સમાપ્ત થયા પછી પણ  નાજીઓ અને ફાસીવાદીઓ સાથે સંબંધ હતો જ. લુસિયાના નાજીયોના નેટવર્કનું મુખ્ય કેન્દ્ર હતું અને તે ઇટલી - સ્વીસ સીમા પર આવેલું છે. આ અસત્યનું આજ સુધી તેમના તરફથી કોઈ જ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી.

ત્રીજું જૂઠ - સોનિયા ગાંધી હાઇસ્કૂલથી વધારે આગળ ભણ્યા નથી પણ તેમણે રાયબરેલીમાં ૨૦૦૪ ની લોકસભાની ચૂંટણીમાં એક સપથ પત્રમાં કહ્યું હતું કે તેમણે કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયમાંથી અંગ્રેજીમાં ડીપ્લોમાં કર્યું છે. આજ ખોટી વાત તેમણે ૧૯૯૯ માં લોકસભામાં પોતાના પરિચય પત્રમાં કરી હતી, જે લોકસભા દ્વારા 'હુ ઇજ હુ' નાં નામે પ્રકાશિત કરવામાં આવે છે. પછીથી મેં જ્યારે લોકસભાના સ્પીકરને આ વિષે લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું કે આ તો હળાહલ અનૈતિક પગલું છે ત્યારે તેમણે આનો સ્વીકાર કરતા કહ્યું કે આવું 'ટાઈપીંગ'ની ભૂલના કારણે થયું છે. (આવી 'ટાઈપીંગ મિસ્ટેક' તો ગિનીજ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તેવી છે) સત્ય તો એ છે કે સોનિયા ગાંધીએ ક્યારેય કોલેજમાં પગ પણ મુક્યો નથી. તેઓ જીઅવેનો સ્થિત 'maliaosiliatrees' સ્કૂલમાં  ભણવા જતા હતા. આ સ્કૂલ તેમના તથાકથિત જન્મ સ્થાન ઓર્બેસ્સાનોથી ૧૫ કી.મી દૂર છે. ગરીબીના કારણે ઘણી ઇટાલિયન છોકરીઓ એ દિવસોમાં આવી મિશનરી સ્કૂલોમાં ભણવા જતી હતી અને આમાંથી ઘણી છોકરીઓને અમેરિકામાં સફાઈ કર્મચારી, વેઈટર વગેરે કામ માટે નોકરી મળી જતી હતી. સોનિયાના પિતા રસોયા તરીકે અને માતા ખેતરમાં મજૂરીનું કામ કરતા હતા. (અત્યારે આ પરિવારની સંપતિ કરોડોની થઇ છે!) પછી સોનિયા ઇંગ્લેન્ડ સ્થિત કેમ્બ્રિજ કસ્બાના 'લેન્નોક્સ સ્કૂલ' માં અંગ્રેજી ભણવા ગયા જેથી તેમને કોઈ સન્માનજનક કામ મળી જાય. આ છે તેમનું કુલ શિક્ષણ, પણ ભારતીય સમાજને બેવકૂફ બનાવવા માટે તેમને સંસદમાં ખોટું બયાન આપ્યું (જે નૈતિકતાનું ઉલ્લંઘન પણ છે) ચૂંટણીમાં ખોટું સપથ પત્ર પણ જે ભારતીય દંડ સંહિતા અનુસાર ગુનો પણ છે કારણકે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર ઉમેદવારે પોતાની સંપતિ અને શિક્ષણ વિષે સાચ્ચે સાચી જાણકારી આપવી જરૂરી છે.

કુમારી સોનિયા ગાંધીએ સારા અંગ્રેજીનો પરિચય કેળવવા માટે કેમ્બ્રિજ કસ્બાના વર્સેટી રેસ્ટોરંટમાં કામ કરવાનું શરુ કર્યું જ્યાં ૧૯૬૫ માં પ્રથમવાર તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઇ. રાજીવ તે યુનીવર્સીટીમાં વિદ્યાર્થી હતા અને ભણવામાં ખાસ કઈ ઉકાળ્યું ન હતું. આથી રાજીવ ૧૯૬૬ માં લંડન જતા રહ્યા અને ત્યાં ઈમ્પીરીયલ એન્જીનીયરીંગ કોલેજમાં થોડું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સોનિયા પણ લંડન પહોચ્યા જ્યાં તેમને એક પાકિસ્તાની સલમાન થાસીરને ત્યાં નોકરી મળી ગઈ. સલમાન થાસીર સાહેબનો મોટા ભાગનો વ્યવસાય દુબઈથી સંચાલિત થતો હતો પણ તેઓ મોટા ભાગે લંડનમાજ રહેતા હતા. આ નોકરીથી સોનિયા ગાંધીએ સારા એવા રૂપિયા ભેગા કર્યા, કમસે કામ એટલી કમાણી તો કરી જ કે જેથી તેઓ રાજીવ ગાંધીને આર્થિક મદદ કરી શકે. રાજીવ ગાંધીના ખર્ચાઓ વધી રહ્યા હતા (ઇન્દિરા ગાંધી પણ તેમના આ ખર્ચાઓથી નારાજ હતા અને આ તેમને જ મને જણાવ્યું હતું જ્યારે મારી મુલાકાત બ્રાન્ડેસ વિશ્વવિદ્યાલયના ગેસ્ટ હાઉસમાં થઇ હતી, એ સમયે હું હાર્વર્ડમાં વાણીજયનો પ્રોફેસર હતો) સંજય ગાંધીને રાજીવ ગાંધી દ્વારા લખાયેલા પત્રોથી એ સ્પષ્ટ હતું કે રાજીવ સોનિયાના આર્થિક કરજમાં ફસાયેલા હતા અને રાજીવે સંજય પાસે મદદની અપેક્ષા પણ રાખી હતી કારણકે સંજય તેમના કરજને પહોચી વળવા સક્ષમ હતા. એ સમયે રાજીવ એકલા જ સોનિયાના મિત્ર ન હતા - માધવરાવ સિંધિયા અને એક જર્મન સ્તીગલર પણ તેમના અંગત મિત્રોમાંના એક હતા. રાજીવ ગાંધી સાથે લગ્ન થયા પછી પણ માધવરાવ સાથે તેમની મિત્રતા ચાલુ હતી.

ઘણા ઓછા લોકોને એ ખબર છે કે ૧૯૮૨ ની એક રાતે ૨ વાગ્યે આઈ આઈ ટી દિલ્લી ગેટ સામે માધવરાવ સિંધિયાની કારનો અકસ્માત થયો હતો જેમાં બીજા સવાર સોનિયા ગાંધી હતા. બંનેને ઘણી જગ્યાએ વાગ્યું હતું. આઈ આઈ ટીનાં એક વિદ્યાર્થીએ તેમની મદદ કરી હતી. સોનિયા ગાંધીને કારમાંથી બહાર કાઢી એક રિક્ષામા બેસાડી ઇન્દિરા ગાંધીને ત્યાં મોકલી દીધા કારણકે દવાખાનામાં લઇ જવાથી કેટલાય પ્રશ્નોના જવાબો આપવા પડ્યા હોત. જ્યારે માધવરાવ સિંધિયા પોતાનો તૂટેલો પગ લઈને એકલાજ હોસ્પીટલમાં પહોચ્યા હતા. જ્યારે સોનિયા ગાંધી સમગ્ર દ્રશ્યમાંથી ગાયબ થયા પછી જ દિલ્લી પોલીસે પોતાની ભૂમિકા ભજવવાની શરુ કરી. પાછલા વર્ષોમાં માધવરાવ સિંધિયા સોનિયા ગાંધીના ટીકાકાર થઇ ગયા હતા અને તેમના વિષે 'કૈક વાતો' કરવાનું શરુ કર્યું હતું. આશ્ચર્ય અને શરમજનક બાબત તો એ છે કે ૨૦૦૧ માં સિંધિયાના મૃત્યુ અને તેમની વિમાન દુર્ઘટનાની ઊંડાણથી કોઈ જ તપાસ કરવામાં આવી નથી. જોકે એ જ વિમાનમાં મણિશંકર ઐયર અને શીલા દીક્ષિત પણ પ્રવાસ કરવાના હતા અને છેલી ઘડીએ સિંધિયા સાથે ન જવાની સલાહ આપવામાં આવી હતી.

રાજીવ ગાંધી અને સોનિયાના લગ્ન ઓર્બેસ્સાનોના એક ચર્ચમાં થયા હતા જોકે આ તેમની વ્યક્તિગત અને વિવાદાસ્પદ બાબત છે અને જનતાને આની સાથે કોઈ જ લેવા દેવા નથી પણ જનતાને જે બાબતથી લેવા દેવા છે તે છે - ઇન્દિરા ગાંધી દ્વારા તેમના વૈદિક રીતે પુનઃ લગ્ન કરાવવા જેથી ભારતના ભલા ભોળા લોકોને બહેલાવી ફોસલાવી શકાય અને આ બધું થયું હતું એક સોવિયત પ્રેમી અધિકારી ટી.એન.કૌલની સલાહથી જેમણે ઇન્દિરા ગાંધીને એવું કહીને આ બાબત માટે તૈયાર કર્યાં હતા કે 'સોવિયત  સંઘ સાથે મજબુત રીતે સંબંધ ટકાવવા આ જરૂરી છે'. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે કૌલને આવું કહેવા માટે કોને ઉશ્કેર્યા હતા?

જ્યારે ભારતીય વડાપ્રધાનનો દિકરો લંડનમાં એક યુવતીને પ્રેમ કરતો થઇ જાય ત્યારે રશિયાની જાસુસી સંસ્થા 'કે જી બી' ચુપ કઈ રીતે રહી શકે જ્યારે ભારત રશિયાના સંબંધો મધુર હોય અને સોનિયા એ સ્તેફનોની દીકરી હોય જે સોવિયત ભક્ત બની ચુક્યો હોય. આથી સોનિયા - રાજીવના લગ્ન ભારત - સોવિયત સંબંધો અને કેજીબીના ફયાદામાજ હતા. રાજીવ સાથે લગ્ન થયા બાદ માયાનો પરિવારના સોવિયત સાથેના સંબંધો વધારે મજબુત થયા અને કૈક સૌદાઓમાં તેમને દલાલીની રકમ પણ આપવામાં આવી.  ડો. એવેગ્નીયા અલ્બાત્સ (પી.એચ.ડી હાર્વર્ડ) જાણીતી રશિયન લેખિકા અને પત્રકાર છે. તેઓ ૧૯૯૧ માં એક આયોગના સદસ્ય હતા. તેમણે પોતાના પુસ્તક 'ધ સ્ટેટ વિદીન અ સ્ટેટ : ધ કેજીબી ઇન સોવિયત યુનિયન' માં કેટલાક દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે, આ દસ્તાવેજોને ભારત સરકાર જ્યારે ઈચ્છે ત્યારે એક અરજી કરીને જોઈ શકે છે. ૧૯૯૨ માં રશિયન સરકારે ડો.અલ્બત્સ્ના આ છતાં થયેલ રહસ્યોનો સ્વીકાર કર્યો જોકે ૧૯૯૨ માં 'હિંદુ'માં તે પ્રકાશિત થઇ ચુક્યું છે. તે પ્રવક્તાએ એવું પણ કહ્યું કે સોવિયત આદર્શો અને સિદ્ધાંતોનો ફેલાવો કરવ માટે આ પ્રકારના પૈસા માયનો અને ચૂંટણી  દરમિયાન કોંગ્રસના ઉમેદવારોને અપાતા રહ્યા છે.

૧૯૯૧ માં રશિયાના વિઘટન પછી જ્યારે રશિયા આર્થિક રીતે ભીંસમાં આવ્યું ત્યારે સોનિયા ગાંધીના આ પૈસાનો સ્ત્રોત સુકાઈ ગયો અને સોનિયાએ રશિયાથી મોઢું ફેરવવાનું શરુ કર્યું. મનમોહનસિંહ જેવા સત્તા પર આવ્યા કે તરતજ રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ પુતિન ( મૂળ લેખ લખાયો ત્યારે - અનુવાદક) જેઓ  ઘૂંટાયેલા  કેજીબીના જાસુસ રહી ચુક્યા છે. તેમણે તરતજ દિલ્લીમાં રાજદૂત તરીકે પોતાના ખાસ માણસની નિમણુંક કરી જે તેમનો ઈતિહાસ અને તેમના પરિવારના  રશિયા સાથેના  સંબંધો વિષે બધું જ જાણતો હતો. હવે અત્યારે જે સરકાર ચાલે છે તે સોનિયા દ્વારા જ ચાલે છે એવું ભારતામાજ બધા જાણે છે તો પછી વિદેશી જાસુસ કઈ મુર્ખ તો નથી જ, આથી એ રાજદૂતના માધ્યમથી ભારત - રશિયા સંબંધ એક નવા જ દૌરમાં પ્રવેશી ચુક્યો છે. આપણે ભારતવાસી રશિયા સાથે ગઢ મિત્રતા ઈચ્છીએ છીએ, રશિયાએ જયારે - ત્યારે આપણી મદદ પણ કરી છે, પણ શું માત્ર એટલા માટે આપણે તે લોકોનો સ્વીકાર કરવો જોઈએ જેઓ રશિયન જાસૂસો સાથે જોડાયેલા રહ્યા હોય? અમેરિકામાં પણ કોઈ અધિકારીને ઇઝરાયેલ માટે જાસુસી કરતા સહન ન કરી શકે ભલેને અમેરિકાના ઇઝરાયેલ સાથે ગમે તેવા મીઠા સંબંધો કેમ ન હોય. સંબંધ તેની જગ્યાએ છે અને રાષ્ટ્રહિત અલગ બાબત છે. ડીસેમ્બર ૨૦૦૧ માં મેં દિલ્લી હાઇકોર્ટમાં અરજી આપી બધા દસ્તાવેજો પ્રસ્તુત કરી સોનિયા અને કેજીબીના સંબંધોની સીબીઆઇ તપાસની માંગણી કરી જેને વાજપેયી સરકારે ફગાવી દીધી હતી. એ પહેલા તત્કાલીન રાજ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ૩ માર્ચ ૨૦૦૧ ના દિવસે આ કેસની સીબીઆઇ તપાસનો આદેસ આપ્યો હતો પણ કોન્ગ્રેસીયો દ્વારા સંસદમાં હોબાળો મચાવી કાર્યવાહી ઠપ્પ કરાઈ હોવાથી વાજપેયીએ વાસુન્ધારાનો એ હુકમ ફારજ કરી નાખ્યો હતો. દિલ્લી હાઇકોર્ટે મે ૨૦૦૨ માં રશિયા વિષે તપાસ કરવા હુકમ કર્યો. સીબીઆઇએ બે વર્ષ સુધી 'તપાસ' (?) કર્યા પછી 'એફ આઈ આર નોંધ્યા  વગર' કોર્ટને એવું જણાવ્યું કે સોનિયા અને રશિયનો વચ્ચે કોઈ જ સંબંધ નથી, પણ સીબીઆઇને FIR નોંધતા કોણે અટકાવી? વાજપેયી સરકારે, શા માટે? એ આજ સુધી રહસ્ય જ છે. આ કેસની આગલી સુનાવણી થવાની છે પણ સોનિયા હવે 'નિર્દેશક'ની ભૂમિકામાં આવી ગયા છે અને સીબીઆઇ પાસેથી કોઈ પણ સ્વતંત્ર કાર્યની અપેક્ષા રાખવી નકામી છે. 
 આગળ ચાલુ રહેશે ( નવું પ્રકરણ ) જેમાં  જોઈશું કેટલાક વણઉકલ્યા અને ખળભળાવી મુકનારા પ્રશ્નો... ત્યાં  સુધી ટીકાઓનું સ્વાગત છે...

2 ટિપ્પણીઓ:

Jeet Bhargava કહ્યું...

વિરલ ભાઈ,
બહુ સરસ પ્રયાસ છે. તમારી લેખની માં દમ છે. કૃપા કરી ને આ પ્રયાસ ને અનવરત રાખજો. સાથે-સાથે નાના-મોટા ગુજરાતી છાપાઓએ માં પણ લખવાનું ચાલૂ રાખો.
માન સરસ્વતી નો આશીર્વાદ આપની વિરલી લેખની ઊપર અવિરલ વરસે.

અજ્ઞાત કહ્યું...

I would like to add that Russia has never helped India; It has always sucked India. The works which russia did with Tag of 'Help' was actually business. The amount which we paid for loans and other weapons provided by russia to India is one of biggest scam till date. I repeat till date. This 2G or commonwealth or coal scams are too small in comparison to those "vampire sucking" of Russia.