શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2012

મારી મજૂરીનો રંગ કાળો તારી મજૂરીનો રંગ કયો?

શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં; રમવાની, ઊછળ-કૂદ, ધીંગા મસ્તી કરવાની ઉંમરમાં શારીરિક શ્રમ કરાવવો તે ગુનો છે જેને બાળ મજૂરી એવું નામ આપવામાં આવ્યું છે. ગરીબ માતા-પિતા તેમની મજબુરીના નામે બાળકોને આ બાળ કર્મ કરવા મજબુર કરે છે. ક્યારેક અનાથ બાળકો કે જેના માતા પિતા આ દુનિયા માં નથી કે નથી કોઈ સ્વજન એવા બાળકો યોગ્ય દિશા ન મળતા સ્વેચ્છાએ બાળ મજુરી સ્વીકારે છે. આ બાળકોને યોગ્ય ન્યાય અપાવવા અને તેનું ભલું કરવા માટેની સંસ્થાઓ પણ છે તેમ છતાં આ પ્રમાણ અટક્યું કે ઘટ્યું નથી એ પણ સ્વીકારવું રહ્યું.

અને મને તો ચાની કીટલી, રેલવે સ્ટેસન પર, ગેરેજ, પેટ્રોલ પંપ અને દુકાનોમાં તો ક્યાંક ભિખારીના સ્વરૂપે બાળકોની કરુણતા રોજ રોજ અનિચ્છાએ પણ જોવા મળે જ છે અને ક્યારેક ટી વી ની સ્ક્રીન પર રીયાલીટી શોમાં અને જાહેરાતોમાં બાળકો પર થતા માનસિક ત્રાસ જોઉં છું ત્યારે અનાયાસે સરખામણી થઇ જાય છે. ત્યાં શારીરિક કષ્ટ, પીડા, અવહેલના, અપમાન અને અહી માનસિક ત્રાસ, પીડા, અવહેલના, અપમાન.  

કાળી મજૂરી 

આ મજૂરીનો રંગ કયો? 

રીયાલીટી શોમાં પ્રથમ ન આવનાર, પ્રતિસ્પર્ધામાંથી બહાર ધકેલાઈ જનાર  બાળકોનું રુદન અને આંસુ અને સંતાપ જોઉં છું ત્યારે પ્રશ્ન થાય છે - મારી મજૂરીનો રંગ કાળો તારી મજૂરીનો રંગ કયો?


 તસવીર સૌજન્ય : (1) maharashtrfider.com (2) crossedthought.blogspot.com
 ( બંને તસવીરોમાં વિષય ભિન્નતા હોઈ શકે છે, પ્રસ્તુતું લખાણને અનુરૂપ હોવાથી
 અહી બંને એક સાથે  મૂકી છે)  

ટિપ્પણીઓ નથી: