શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

હજુ તો હું શીખું છું...

હજુ તો હું શીખું છું અને ઘણું શીખવાનું બાકી છે.આ વલણ એક જિજ્ઞાસુ અને નવું જાણવા, સમજવા અને શીખવા માટે તત્પર રહેનાર વ્યક્તિનું છે. પણ   ઘણા લોકો પોતાની જાતને સંપૂર્ણ માની લેતા હોય છે અને જેટલુ જાણ્યું સમજ્યું હોય એટલામાંજ ગોથા ખાતા હોય છે. ત્યાજ નવું જાણવા સમજવા માટેના દરવાજા બંદ થઇ જાય છે એવું મારું માનવું છે.

જ્યારે તમે કોઈ વ્યક્તિને કઈ પૂછો અને તે એવું માની લે કે  પૂછનાર વ્યક્તિ સાવ ડફોળ છે આને તો કઈ સમજણ જ નથી પડતી એવી વ્યક્તિ પાસે થી કોઈ જ અપેક્ષા ન રાખવી જોઈએ કારણ કે આવું સમજનાર વ્યક્તિ એવું વલણ ધરાવતી હોય છે કે પોતે સર્વ ગુણ સંપન્ન છે.

પૂછતા નર પંડિત થાય એ વાત સાચી પણ કોને અને કેવા વ્યક્તિને પૂછવું એ પણ સમજી લેવું જોઈએ. કેટલીક વ્યક્તિઓ તમારો મત જાણવા કે તમારો આઈ ક્યું જાણવા પણ તમને સવાલ કરી શકે છે. અને તમને કોઈ વ્યક્તિ કોઈ સવાલ કરે ત્યારે એમ ન માની બેસવું જોઈએ કે પૂછનાર અજ્ઞાની છે. દરેક વ્યક્તિ દરેક વિષયમાં પારંગત હોય તે શક્ય નથી અને તે જરૂરી પણ નથી. જરૂરી છે નવું જાણવા અને સમજવા તત્પર રહેવું.

અને એ તત્પરતા જ વ્યક્તિનું દિમાગ ખોલી નાખે છે. કોઈ ગુરુ કે માર્ગદર્શકની જરૂર નથી રહેતી. કોઈએ સમજાવેલું કે શીખવેલું કદાચ ભૂલી જવાય કે દિમાગમાંથી નીકળી જાય પણ જાતે અનુભવેલું અને શીખેલું ક્યારેય ભુલાતું નથી.

મારા આ લખાણમાં દોષ હોઈ શકે છે, અધૂરપ પણ હોઈ શકે છે. હું ક્યાં વિદ્વાન હોવાનો દાવો કરું છું - હું તો હજુ શીખું છું.   ટિપ્પણીઓ નથી: