સોમવાર, 20 મે, 2013

કાવ્ય અને તસવીરોનો અનોખો સમન્વય


ફોટોગ્રાફર કોઈ અદ્ભુત દ્રશ્ય તેના કેમેરામાં ઝડપે અને તે દ્રશ્ય પરથી કવિ કાવ્ય રચે એમાંથી એક અનોખું સર્જન નિષ્પન્ન થાય. ગુજરાતી ભાષા અને સાહિત્યનું જતન કરવાના ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવેલ સંગીતકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશીની શબ્દસેતુ સંસ્થા અન્વયે એક અનોખા કાર્યક્રમનું આયોજન અમદાવાદના ટાગોર હોલમાં ૨૬ જુલાઈ ૨૦૦૭ ગુરુવારની રાત્રે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન થયું હતું. કવિનું કાવ્ય, નવલકથાકારની નવલકથા, ગઝલકારોની ગઝલ, વિચારકોના વિચાર, ચિંતકોનું ચિંતન, હસ્યાકારોનું હાસ્ય સાહિત્યની અનેક રંગ છટાઓ શબ્દસેતુની પરિકલ્પનાઓ છે. ગુજરાતી ભાષામાં ઘણું લખાયું છે, લખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ લખાતું રહેશે એમાં કોઈ બેમત નથી પરંતુ શબ્દસેતુની સાધના આ સાહિત્યને લોકો સુધી પહોચતું કરવાની છે.

શબ્દસેતુના આ કાર્યક્રમમાં તસવીરકારોની તસવીરો અને કવિઓના કાવ્યની બેવડી અનુભૂતિ સભાગૃહમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ કરી. એક પછી એક તસવીરો પ્રોજેક્ટર પર પ્રગટ થતી રહી અને તસવીર પર કવિઓએ તેમના કાવ્યનું પઠન કર્યું. કવિ અંકિત ત્રિવેદીએ કાવ્યમય રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. કવિઓ અને તસવીરકારોના સર્જનનો રસાસ્વાદ અંકિત ત્રિવેદીની મૌલિકતા વગર કદાચ અધૂરો લાગત.

કાર્યક્રમની શરૂઆત પહેલાં આ તસવીરકારોની ૪૦ તસવીરો પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ફોટોગ્રાફ્સ સ્પષ્ટ નિહાળી શકાય તે માટે સભાગૃહમાં અજવાળું આછું રાખવામાં આવ્યું હતું. લાઈટ્સની ગોઠવણી કાર્યક્રમ અનુરૂપ હતી. સતેજ પર વિષય અનુરૂપ મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટરની એક બાજુ કવિઓ બેઠા હતા ત્યાં ફોટોગ્રાફરના સિમ્બોલ મુકવામાં આવ્યા હતા અને બીજી બાજુ કવિઓની પ્રતિકૃતિ સમાન કેટલાક પુસ્તકો મુકવામાં આવ્યા હતા. પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ દ્રષ્ટિગોચર થતા હતા તેમ તેમ અલગ અલગ કવિઓએ તે તસવીરો પર તેમની કાવ્ય રચનાઓ રજૂ કરી. ક્રમ આ પ્રમાણે હતો - તસવીર પરથી કવિની રચના, ત્યારબાદ એક શબ્દ પરથી ગઝલ કે કંઈક એ પ્રકારનું.

જોગેશ ઠાકરની યાત્રા તસવીર પર કવિ મકરંદ મુસળેએ કાવ્ય રજૂ કર્યું. એક હોડકામાં ગામના લોકો હોય તેવી તસવીર હતી. જેનું યાત્રા એવું નામ કવીએ આપ્યું અને હાસ્યરસ નિષ્પન્ન કર્યો અને ક્લોઝ-અપ શબ્દ પર ગઝલ રજૂ કરી:

લઉં બંધ આંખોથી સમયનો ક્લોઝ-અપ
ખોલું તો બ્લેન્ક ઘટનાઓનો ક્લોઝ-અપ
અહીં કાન આંખો વગરના લોકો
નથી મળતો ચહેરાનો ક્લોઝ-અપ
બધાય ભવ્ય ભૂતકાળ અમને બતાવે
તમારું તખલ્લુસ મકરંદ ક્યાં છે?


સુનીલ આડેસરના સીડીના દ્રશ્ય પરથી હિતેન આનંદપરાએ કાવ્ય રજૂ કર્યું. તેમને ક્લિક શબ્દ આપવામાં આવ્યો અને તેમણે ક્લિક ન કરી શકાય તેવી રચનાની વાત કરી. કેતન મોદીની વૃદ્ધ-વૃદ્ધાની તસવીર પર રઈશ મણિયારે કાવ્ય રજૂ કર્યું જેમાં હાસ્ય-કતાક્ષાનું નિરૂપણ હતું. વૃદ્ધ અને વૃદ્ધા ઓસરીમાં બેઠા છે. વૃદ્ધના હાથમાં છાપું છે અને વૃદ્ધા વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. ડેવલપ શબ્દ પર રઈશ મણિયારે ગઝલ રજૂ કરી:

જો બરાબર થશે આજ ક્ષણ ડેવલપ
એજ કરશે સદીનું વલણ ડેવલપ
કોકનો તેજમાં રંગ ઉડી ગયો
તિમિરમાં થયું કોક જન ડેવલપ
ઊપસે છે પળેપળ જીવનની છબિ
થાય છે સાથે સાથે મરણ ડેવલપ...
વાઘ જેવા મોભીને થાય છે એક જ ફિકર
વનમાં થતા રહે બસ હરણ ડેવલપ...
માર્ગ-યાત્રા-નકશો તૈયાર છે
બસ કરી લે તું ચરણ ડેવલપ
આપણે પણ રઈશ બોલશું જરૂર
થાય જો વાતાવરણ ડેવલપ ...


સમીર પાઠકની રીલીફ કેમ્પની તસવીર પર કવિ મુકેશ જોશીએ કાવ્ય રજૂ કર્યું. બે બાળકોની વચ્ચે તેમના પિતા સૂતા છે. છાતી પર સૂર્યનું અજવાળું દેખાય છે.

થાકેલ સૂરજને લાગ્યું થોભી જાઉ પળભર
તો અજવાળે પોરો ખાધો બાપુની છાતી પર
અને છાતી જાને સ્ટેટ બેંક હોય એવું જણાતું...
બાપુના પરસેવામાં સુખ બપોરે નહોતું
અમીર દિલમાંથી ઢોળાતા સો રંગ
રોજ ગરીબી સાથે એને સત્સંગ
ચ્હાની એ બે ચૂસકી મારી થતા ફ્રેશ...
એ રાતે બાપુને ઉપાડી અધમણ અધમણ ખાંસી...


મનોજ ધોળકિયાની તળાવના કિનારે પાણી પીતી ખિસકોલીના દ્રશ્ય પર કવિ અંકિત ત્રિવેદીએ કાવ્ય રજૂ કરતા કહ્યું, મને ખીસકોલીનો ફોટો કેમ આપ્યો એ નથી સમજાતું. ખિસકોલી મનના તરંગની નીપજ છે. મનોજ ભાઈએ મસ્તીથી તસવીર લીધી છે.

ખિસકોલી પીતી હો પાણી
એ તને કેવી મજાઓ આવે તળાવને
ખાલી માણસને આટલું સમજાવોને
પાણીને થતું કે કોઈ એને પીવે
એનો ખિસકોલી કરે છે મોક્ષ...

અંકિત ત્રિવેદીએ બ્લેક એન્ડ વ્હાઈટ શબ્દ પર આ રજૂઆત કરી:
આંખ સામે આલ્બમ જ્યાં જૂનું આવી જાય છે
બ્લેક એન્ડ વ્હાઇટ સમયમાં પણ રંગ ભીનો થાય છે
બના બોખા સ્મિતવાળો ચહેરો જયારે જોઉં છું
આજ પણ ફોટામાંથી વાર્તા સંભળાય છે
જે દીવાલો પર કરેલા હોય લીટા
એ જ દીવાલો પર ફોટા કંઈક તીન્ગાય છે
એક પણ એન્ગલથી એ મોડેલ જેવા છે નહિ
લગ્ન કરતા મમ્મી પપ્પા કેટલા શરમાય છે...


વિવેક દેસાઈની ઘોડા અને નાના બાળકની તસવીર પર ઉદયન ઠક્કરે કાવ્ય રજૂ કર્યું જેમાં ઘોડાનું માત્ર મસ્તક દેખાય છે અને બાળક ઘોડા સામે ઉભો છે. ઉદયન ઠક્કરના કાવ્યમાં પારિવારિક હાસ્ય પ્રગટ થયું. ફોટા શબ્દ પર તેમણે ગઝલ રજૂ કરી:

આસમાનમાં એકએક લીસોટા પડતા જોયા છે
ને વરસાદી રાતે વાયુના ફોટા પડતા જોયા છે
વચ્ચે આવે સોયનું નાકું બાકી સુખ તો સામે છે
લોકોને મેં મોટા ભાગે ખોટા પડતા જોયા છે...


શશીકાંત મહેતાની છત્રી ઓઢીને બેઠેલા યુવક યુવતીની તસવીર પર ડો.શ્યામલ મુનશીએ કહ્યું, જયારે એક મોટર બાઈક ઉપર એક છોકરો જતો હોય ત્યારે એ વિચારતો હોય કે ક્યાં, ક્યારે, કેટલા પેટ્રોલમાં જવાનું છે. પાછળ છોકરી વળગીને બેઠી હોય તો આ બધા પ્રશ્નો ગૌણ બની જાય છે.

સમય ટપકતો અને ભીની પલ છત્રી નીચે કંઈક વહે છે
ખળખળ ખળખળ છત્રી નીચે ને વૃક્ષ પૂરતું સીમિત ક્યાં રહે છે ચોમાસું...


કાર્યક્રમના બીજા દૌરમાં સૌમિલ મુનશીએ કવિઓ અને તસવીરકારોનું ફૂલોથી સન્માન કર્યું. ત્રીજા દૌરમાં કવિઓને સ્થળ પર જ તસવીરો બતાવવામાં આવી તેના પરથી કાવ્યો અને ગઝલો રજૂ થયા. જેમાં હાસ્ય, કટાક્ષ, કરુણ, શાંત રસો નિષ્પન્ન થયા. અન્નકૂટની તસવીર પર કવિ મુકેશ જોશીએ ધારદાર કટાક્ષો રજૂ કર્યા. ગરીબી-ભૂખમરો, ધાર્મિક વિધિઓમાં અંધશ્રદ્ધા આડંબરો છતી કરતી રચના રજૂ કરી. થોરની તસવીર પર ઉદયન ઠક્કરે રણ વિસ્તારની આંતરિક સ્થિતિનું વર્ણન કર્યું. મનુષ્યના અંતિમ પદવ એવા સ્મશાનમાં ભડભડ સળગતી ચિતાની તસવીર પર કવિ અંકિત ત્રિવેદીએ જીવનમાં સત્યનું, વાસ્તવિકતાનું તાદશ્ય નિરૂપણ કર્યું. ડો. શ્યામલ મુનશીએ રસ્તા વચ્ચે બેઠેલી ગાયોના તોલા વિષે કહ્યું કે ગાયોનો ઉપયોગ કરીએ પણ રસ્તા ઉપર આપણને જોવ મળે ત્યારે ખટકે છે જાણે રસ્તો આપણા બાપનો હોય.

કાર્યકાર્મમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. 



(પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૧૩ ઓગસ્ટ ૨૦૦૭ન અંકમાં પ્રકાશિત થયો હતો)  

શનિવાર, 4 મે, 2013

તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?




ના તેને ચીન કે ચીનાઓ સાથે કોઈ લેવા દેવા નથી અને ચાઇનીજ વાનગી કે વસ્તુઓની પણ કોઈ વાત નથી. તેનું મૂળ નામ તો ચીનુભાઈ છે પણ ગામમાં તેને લાડથી અને મજાકથી અને અપમાનથી  ચિનો કહીને સંબોધિત કરે છે. ઘરડો હોય કે નાનું છોકરું બધા જ તેને ચિનો કહે. જોકે મને ગઈ દિવાળીએ તેની સાચી ઉંમરની જાણ થઇ ત્યારથી માનથી બોલાવવાનો પ્રયાસ કરું પણ આદતવસ  ચિનો એવું મોઢે આવી જ જાય. આ નામ કોણે અને ક્યારે પાડ્યું એ તો એને પણ યાદ નથી પણ બરાબરનું કોઠે પડી ગયું છે ૬૩ વર્ષ થઇ ગયા. ચિનુભાઈ કહીને બુમ પાડો તો ન સાંભળે પણ 'ચિનો' કહો એટલે તરત ડોક ઉંચી થાય. હું તો છેલ્લા પાંચેક વર્ષથી જ અહીં રહું છું પણ અહીં આવ્યાને પાંચ મહિના પણ થયા ન હતા અને ચિનાના દર્શન થઇ ગયા હતા. ઘરની બહાર પગ મુકો એટલે તેના દર્શન અચૂક થાય. ખભા પર ગેસનો બાટલો ઉપાડ્યો હોય કે પછી બીજી કોઈ વજનદાર વસ્તુ. વજન ઉપાડવામાં તેની માસ્ટરી સાફ સફાઈનું કે બીજું કોઈ આડું અવળું કામ તેને ન ફાવે. કોઈ નાની વસ્તુ મંગાવી હોય તો ચાર કલાકે પાછો આવે.  આખા ગામનું કામ કરે પણ રાતે મંદિર કે કોઈ વાડી. બધાયના દૂધ લાવી આપી અને ચા કીટલીની. અત્યાર સુધી કેટલાય બાટલાઓ ઉપડ્યા હશે પણ પોતાનું કનેક્શન નથી. ઘણાના મકાન દુકાન સાફ કાર્ય પણ તેની પાસે કોઈ મકાન દુકાન નથી. મારા ઘરે કંઈક નવું હોય તો અચૂક જમવાનું નિમંત્રણ મળે અને ક્યારેક અમસ્તું જ જમવાનું કહેવામાં આવે અને ઘણીવાર તે ન પણ આવે. હમણા એક દિવસ તેને જમવા બેસાડ્યો અને થાળીમાં ભજીયા અને લાડુ જોયા એટલે પાછા મૂકી દીધા કારણકે તેના કોઈ દૂરના સંબંધીનું અવસાન થયું હતું. ખરેખર તો તેના કોઈ સંબંધીએ ક્યારેય તેની કોઈ દરકાર રાખી નથી પણ ચિનો એનું નામ.

ઘણીવાર તે અદ્રશ્ય પણ થઇ જાય. દિવસો સુધી જોવા ન મળે. પાછો આવે ત્યારે મલકાતો મલકાતો ઘરમાં આવી જાય જાણે મોટું પરાક્રમ કરીને આવ્યો હોય. ખરેખર તો એ કોઈના સંઘમાં કે જાતરામાં સમાન ઉપાડવા ગયો હોય. હમણા વચ્ચે વડોદરા જઈ આવ્યો. ગયો ત્યારે લાગ્યું કે કડી પાછો નહિ આવે પણ તેને વજન ઉપડ્યા વગર જપ નથી વળતી. જોકે હમણાથી એ થાક્યો છે અને પરને વજન ઉપાડતો હોય એવું લાગે.  ગામમાં કોઈના ત્યાં પ્રસંગ હોય કે કથા બેઠી હોય ચીનાને અચૂક યાદ કરવામાં આવે. એ સમયે તેની પાસે બિલકુલ સમય ન હોય. શોષક અને શોષિત બંને ગુલતાન. ઘણીવાર ઘરે દૂરના સગાને ત્યાં ફોન કરાવવા આવે, આમ નજીકના પણ ખરેખર દૂરના. ચિનો મોબાઇલ રાખતો નથી. ખરેખર તો જરૂર જ નથી પણ તેના ખીસામાં કેટલાય વર્ષ જૂની ડાયરી પડી છે જેમાં કૈક નંબરો છે. 

હમણા ચિનાના થોડાક ફોટા પડી મારા પીસીમાં ડાઉન લોડ કરીને બતાવ્યા તો ચીનાભાઇ રાજી થઇ ગયા. ચિનાને ખબર પણ નથી કે મેં તેને દુનિયા સમક્ષ મૂકી દીધો છે. તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?

બુધવાર, 1 મે, 2013

વિરલ વિચાર


 * મુસ્તાક હતો સખત પરિશ્રમ પર વિરલ નિષ્ફળ થયા પછી નર્યા વૈતરાનું ભાન થયું.

 *  કોઈ સારી બાબત પર ગર્વ કરવો સારી બાબત છે પણ ગર્વ જ કરતા રહેવું સારી બાબત નથી.

 * સર્જનશીલતા કોઇ મોટા પ્લેટફોમની મોહતાજ નથી હોતી પણ લોકોનું ધ્યાન ખેચવા અવશ્ય મોહતાજ હોય છે.

 * _/\_ માણસ બે રીતે હાથ જોડે »  આદર, વિશ્વાસ, પ્રેમ પ્રગટ કરવા...  હારી, થાકી, કંટાળી... દુનિયામાં આવો વિરોધાભાષ              
            ક્યાંય જોવા નહિ મળે.

  * માવાથી દાંત લાલ થાય, ગુટકાથી થાય પીળા અને સિગરેટથી કાળા, ગમે એટલું મથો તોયે ન રહે છાના તમારા ચાળા.

  * પોતાના વિચારો પર અડગતા અને જાત પર મક્કતા ન હોય તેણે વિરોધીઓ સામે દલિલ ન કરવી.

  * જયારે કોઈ લેખક જાતે જ એવું કહે કે તે સૌથી વધુ વંચાતાં લોકપ્રિય લેખક છે ત્યારે સમજવું કે તેનું વાંચન અને વિચારનું સ્તર      
     એકદમ માર્યાદિત થઇ ગયું છે.

શુક્રવાર, 15 માર્ચ, 2013

સ્વામી વિવેકાનંદ વચનામૃત

જો તમારે ભારતવર્ષને પીછાનવું હોય તો વિવેકાનંદના વચનામૃતોનું અધ્યયન કરો. એમના ગ્રંથોમાં સઘળું ભાવાત્મક છે, અભાવાત્મક કશું નથી. - રવીન્દ્રનાથ ટાગોર

સ્વામીજીના વિચારો વર્તમાનમાં કેવાં પ્રસ્તુત છે એ વાંચ્યા પછી ખ્યાલ આવશે.

* ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહિ. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવાની ઉપાસના કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મ ઉપદેશાવા જાય છે તેઓ આખરે નિષ્ફળ નીવડે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનાનું પ્રતિક માત્ર છે. આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. એ વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી.

 * મૂર્તિપૂજા ખોટી છે એમ કહેવાની જાણે કે એક ફેશન થઇ ગઈ છે. આજ કાલના સૌ કોઈ એ વિષે એક પણ પ્રશ્ન કાર્ય વિના એ ગળે ઉતારી લે છે. એક વખત હું પણ એમ ધારતો હતો. અને એના દંડ તરીકે મારે એક એવા માણસને ચરણે બેસવું પડ્યું હતું કે જેણે બધુંય મૂર્તિઓની મારફત મેળવ્યું હતું. જેનો હું ઉલ્લેખ કરું છું તે છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. જો મુર્તીપુજથી આવા રામકૃષ્ણ પાકતા હોય તો તમારે બીજું શું જોઈએ? સુધારાકોનો સંપ્રદાય કે પુષ્કળ મૂર્તિઓ? મૂર્તિપૂજા દ્વારા જો તમે રામકૃષ્ણ પરમહંસો પૈદા કરી શકતા હોવ તો હજારો વધુ મૂર્તિઓ રાખો અને ફતેહ કરો! આવી ઉચ્ચ પ્રકૃતિના પુરુષો ગમે તે ઉપાયોથી પૈદા કરો એટલે બસ. અને છતાં મુત્રીપુજાને તિરસ્કારવામાં આવે છે! શા માટે? એ કોઈને ખબર નથી. શું સૈકાઓ પૂર્વે કોઈ એક યહૂદી માણસે તેનો તિરસ્કાર કર્યો હતો માટે? પણ એ આદમીએ બીજા બધાંની મૂર્તિઓને ધિક્કારી, માત્ર પોતાની નહિ! એ યહૂદીએ કહ્યું કે જો ઈશ્વરની કોઈ સુંદર મૂર્તિ કે કોઈ સાંકેતિક આકાર બનાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ કહેવાય, એ પાપ છે. પણ જો ઈશ્વર એક પેટી રૂપે રજુ થઇ જાય, તેની બે બાજુએ બે પરીઓ બિરાજમાન હોય અને માથે મજાનું એક વાદળું લટકતું હોય તો એ પવિત્રમાં પવિત્ર ગણાય! જો ઈશ્વર એક કબુતર થઈને પધારે તો એ પવિત્ર પણ જો એ ગાય સ્વરૂપે આવે તો એ મૂર્તિપૂજાકોનો વહેમ ગણાય એને તુચ્છાકારી કાઢો! દુનિયા એમ જ ચાલે છે. એટલે તો કવિ કહે છે કે વોટ ફૂલ્સ વી મોર્ટલ્સ બી. કેવા મુર્ખ છીએ અમે માનવો? બીજાની દ્રષ્ટીએ જોતા આવડવું એ કેટલું કઠીન છે? અને એ ન આવડવું એ જ માનવજાતના વિનાશનું કારણ છે. ધિક્કાર અને ઈર્ષ્યાનું મૂળ એ જ છે. ઝઘડા અને મારામારીનું મૂળ એ જ છે.

* એકાદ બે વર્ષ પહેલા એક રશિયન ગૃહસ્થે એક પુસ્તક લખેલું તેમાં તેણે એવો દાવો કર્યો છે કે તેણે ઈશુ ખ્રિસ્તનું એક અજબ ચરિત્ર મળી આવ્યું છે. એ પુસ્તકના એક ભાગમાં એ કહે છે કે બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા ઈશુ જગન્નાથ મંદિરે ગયેલા પરંતુ બ્રાહ્મણોના સંકુચિત વ્યવહાર અને મૂર્તિઓથી કંટાળી જઈને એ તિબેટના લામાઓ પાસે ગયા, ત્યાં પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું અને ઘરે ગયા. ભારતીય ઈતિહાસ વિષે જે કોઈ થોડું ઘણું પણ જાને છે તે તરત સમજી જાય એવું છે કે એ અભિપ્રાય જ આખી વાત બનાવતી છે એમ સાબિત કરે છે. વાત એમ છે કે જગન્નાથનું મંદિર એ એક પ્રાચીન બૌદ્ધ મંદિર છે. આપણે એ તથા બીજાં બૌદ્ધ મંદિરો અપનાવ્યા અને ફરી તેને હિંદુ બનાવી દીધાં. આવું તો આપણે બીજી ઘણીયે બાબતોમાં કરવાનું છે. એ જગન્નાથમાં એ વખતે એકપણ બ્રાહ્મણ ન હતો અને છતાં આપણને કહેવામાં આવે છે કે ઈશુ ખ્રિસ્ત ત્યાં બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા આવેલા! આપણા મહાન રશિયન પુરાતત્વવિદ આવું કહે છે.

* પશુઓ પ્રત્યે દયાનો પ્રચાર કરવા છતાં, ઉચ્ચ નીતીધર્મ હોવા છતાં, શાશ્વત આત્માના અસ્તિત્વ કે તેના અભાવ વિષે અતિશય ઝીણવટભરી ચર્ચાઓ છતાં બૌદ્ધ ધર્મની આખી ઈમારત તૂટી પડી, તેના ટુકડે ટુકડા થઇ ગયા અને એ ભંગાર પણ ધૃણાજનક થઇ પડ્યો. બૌદ્ધ ધર્મની પાછળ જે અનાચાર વગેરે આવ્યા તેનું વર્ણન કરવાનો મારી પાસે સમય નથી અને ઈચ્છા પણ નથી. વધુમાં વધુ ધૃણાજનક ક્રિયાઓ, માણસના ભેજમાં કલ્પાયેલું અને માણસોના હાથે લખાયેલું ભયાનાકમાં ભયાનક અશ્લીલ સાહિત્ય, ધર્મના ઓઠા તળે ચાલેલાં અતિ પાશવી ક્રિયાકાંડો વગેરે બધા અધઃપતિત બૌદ્ધ ધર્મના સર્જન છે.

* માત્ર ભૂતકાળમાંજ નજર નાખ્યા કરવાથી કશો લાભ થવાને બદલે આપણે દુર્બળ બનીએ છીએ એટલે આપણે ભવિષ્ય તરફ દ્રષ્ટિ દોડાવવી જોઈએ એ વાત સાચી છે પરંતુ ભવિષ્યકાળની રચના ભૂતકાળ પર થાય છે. માટે બને તેટલી પાછળ દ્રષ્ટિ નાખી લો. ભૂતકાળના સનાતન ઝરણાઓમાંથી આકંઠ જળપાન કરી લો. ત્યાર પછી આગળ જુઓ. આગળ વધો અને ભારત પૂર્વે હતું તેના કરતા તેને વધુ ઉજ્જવળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો. આપણા પૂર્વજો મહાન હતા. પ્રથમ આપણે એ યાદ કરી લેવું જોઈએ. આપણે આપણા અસ્તિત્વના મૂળભૂત તત્વો વિષે, આપણી નશોમાં કયું લોહી વહે છે એ જાણી લેવું જોઈએ. એ લોહીમાં અને ભૂતકાળમાં એ લોહીએ શું શું કાર્ય કર્યું છે તેમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એ ભૂતકાળની મહત્તા વિષેની શ્રદ્ધા તથા ખ્યાલ સાથે અગાઉ કરતા વધુ મહાન એવું ભારતનું ઘડતર આપણે કરવું જોઈએ. સાદો અને અધઃપતનનો કાળ પણ આવી ગયો છે. હું એને ઝાઝું મહત્વ આપતો નથી. આપણે બધા એ જાણીએ છીએ. એવા કાળખંડો જરૂરી હતા. એક વિશાલ વૃક્ષ સુંદર પરિપક્વ ફળ ઉત્પન્ન કરે છે. એ ફળ જમીન પર પડે છે અને ત્યાં તે કોહવાય છે અથવા સડી જાય છે અને સડામાંથી નવું વૃક્ષ નવા મૂળ સાથે જન્મે છે. કદાચ પહેલા વૃક્ષ કરતા એ વધુ મોટું પણ થાય. આ સદાનો કાળ જેમાંથી આપણે પસાર થયા છીએ તે ઉલટો વધુ આવશ્યક હતો. એ સડામાંથી ભાવિ ભારતનો ઉગામ થઇ રહ્યો છે. એનો ફણગો ફૂટ્યો છે. પહેલા કુંપળ નીકળી ચૂક્યા છે અને એક વિશાળ પર્વત્પ્રાય ઊર્ધ્વમૂલ વૃક્ષ દેખાવાની શરૂઆત થઇ ચૂકી છે.

* શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીઓનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્ય હોય અને તે તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતર્યા હોય તો જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતા તમે વધુ કેળવાયેલા છો. ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી. જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો પુસ્તકાલયો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોશો મહાન ઋષીઓ થઇ ગયા હોત. એટલા માટે આદર્શ એ છે કે આપણા દેશનું આધ્યાત્મિક અને વ્યવહારિક બધું શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ તેમજ એ રાષ્ટ્રીય પ્રણાલીવાળું અને બને ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધતિનું હોવું જોઈએ. અવશ્ય આ એક મોટી યોજના છે. એક ઘણો મોટો આલેખ છે. એનો કડી અમલ થશે કે નહીં તે હું જાણતો નથી. છતાં પણ આપણે કામનો આરંભ તો કરી જ દેવો જોઈએ.

   * આપણે હિંદુઓ છીએ. હું હિંદુ શબ્દ કોઈ પણ પ્રકારના ખરાબ અર્થમાં વપરાતો નથી. તેમજ જે લોકો એમાં કશો ખરાબ અર્થ રહેલો માને છે તેમની સાથે હું સહમત થતો નથી. પ્રાચીન કાળમાં એનો અર્થ ફક્ત સિંધુને પેલે પાર રહેનારા એટલો જ થતો હતો. આજે આપણે દ્વેષ કરનારાઓમાંથી ઘણાએ તેમાં ખરાબ અર્થનું આરોપણ કર્યું હોય પણ કેવળ નામમાં બધું સમાઈ જતું નથી. એટલે હિંદુ શબ્દ જે કઈ મહિમાવંત છેમ જે કઈ અધ્યાત્મિક છે તેના પ્રતિનિધિ તરીકે રહેશે કે ફિટકારના શબ્દ તરીકે એ શબ્દ દલિત અને માલ વિનાના મૂર્તિપૂજકોના સૂચક તરીકે રહેશે તે આપણા પર આધાર રાખે છે. અત્યારે હિંદુ શબ્દનો અર્થ જો કૈક નરસો કરવામાં આવતો હોય તો પણ વાંધો નથી. આપણા કાર્યોથી આપણે બતાવી આપીશું કે કોઈ પણ ભાષાએ શોધી કાઢેલા શબ્દોમાં આ શબ્દ શ્રેષ્ઠ છે. મારા જીવનનો આ એક સિદ્ધાંત છે કે મારે મારા પૂર્વજોથી શરમાવું નહીં. હું એક મગરુરમાં મગરૂર માનસ તરીકે જન્મ્યો છું. પણ હું તમને ખુલ્લા દિલે કહું છું કે એ મગરૂરી મારે પોતાને માટે નથી પણ મારા પૂર્વજો અને મારા ખાનદાનને માટેની છે. જેમ જેમ મેં ભૂતકાળનો વધુ અભ્યાસ કર્યો, જેમ જેમ મેં પાછળ અતીતમાં નજર ફેંકી તેમ તેમ મારું આ અભિમાન વધુને વધુ વધતું ગયું છે. મને એ શબ્દે સામર્થ્ય અને નીશ્ચયાનું બળ આપ્યું છે. પૃથ્વી પરની ધૂળમાંથી ઉભો કર્યો છે અને આપણા એ મહાન પૂર્વજોએ ઘડી રાખેલી વિરાટ યોજનાની પૂર્તિ માટે પ્રવૃત્ત થવાની પ્રેરણા આપી છે. ઓ પ્રાચીન આર્યોના સંતાનો ઈશ્વર કૃપાથી તમારામાં એ અભિમાન ઉતરી આવો. તમારા પૂર્વજો પરની શ્રદ્ધા તમારી રગે રાગમાં પ્રસરી રહો. તમારા જીવનનું એ મુખ્ય અંગ બની રહો અને સમગ્ર વિશ્વનું એ મંગલકારી બનો!

* ભારતીય પ્રજાનો નાશ કરી શકાય એમ નથી. અમર થઈને તે ઉભી છે. જ્યાં સુધી ધર્મભાવના એ પ્રજાના પાયારૂપે રહેશે, જ્યાં સુધી એ રાષ્ટ્રના લોકો પોતાના ધર્મનો ત્યાગ કરશે નહીં ત્યાં સુધી એ ટકી રહેશે. ભલે તેઓ સદાને માટે ભીખારીઓ, ગરીબ અને મેલા રહે. પરંતુ તેમને પોતાના ઈશ્વરનો પરિત્યાગ કદી ન કરવો. તેઓ કદી પોતે ઋષિઓના સંતાન છે તે પણ ન ભૂલે. જે પ્રમાણે પશ્ચિમમાં કોઈ સાધારણ માણસ પણ પોતાને મધ્યયુગના લુટારુઓના સરદાર કોઈક 'બેરન'ના વંશનો હોવાનો સાબિત કરવા પ્રયત્ન કરે છે તે પ્રમાણે ભારતવર્ષમાં સિહાંસનરૂઢ સમ્રાટ પણ પોતાને કોઈ એક અરણ્યવાસી, વલ્કલધારી, જંગલમાં ઉગેલા ફળમૂળ ખાનારા અને બ્રહ્મધ્યાનપરાયણ, ભીક્ષજીવી ઋષિનો વંશજ હોવાનું સિદ્ધ કરવા માથે છે. અમે એવી વ્યક્તિઓના વંશમાં જન્મવાનું ગૌરવ સમજીએ છીએ અને જ્યાં સુધી આ પ્રમાણે પવિત્રતાનું સ્થાન સર્વોચ્ચ રહેશે ત્યાં સુધી ભારતનો વિનાશ થઇ શકે નહીં.

 * તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ના ખાય પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાના સર્જક તેઓ હતા. ઉપનિશદો કોણે લખ્યા? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જયારે જયારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે ત્યારે તેઓએ સહુ કોઈને કર્યો છે અને જયારે જયારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્ય નથી. ગીતા કે વ્યાસના સૂત્રો તમે વાંચો. ગીતામાં તમામ સ્ત્રી પુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખુલ્લો રખાયો છે પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ અને વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ થયો છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી  રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી!

રવિવાર, 3 માર્ચ, 2013

મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી જ તેની સાથે સંબંધ જાળવી રાખવો તે બરાબર નથી, મૃત્યુ બાદ પણ તે સંબંધ જળવાઈ રહેવો જોઈએ : સ્વામી સચ્ચિદાનંદ

તારીખ ૧૦-૪-૨૦૦૫, રવિવારના દિવસે ભારતીય સંસ્કૃતિ-પાટણ દ્વારા આયોજિત હિંદુ સ્મશાન ભૂમિના ઉદ્ઘાટન પ્રસંગે વ્યાસ સભાગૃહમાં આપેલા પ્રવચનનો સાર. 'વિચારધારા' સાપ્તાહિકના પ્રથમ અંક (૨૭ એપ્રિલ ૨૦૦૫)માં પ્રકાશિત. શબ્દાંકન - વિરલ ત્રિવેદી 


જીવનની સાથે મૃત્યુની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. પ્રત્યેક ધર્મમાં ઓછામાં ઓછી બે વ્યવસ્થાઓ તો જરૂરી છે જ, એક વ્યવસ્થા લગ્નની અને બીજી મૃત્યુની વ્યવસ્થા. ધર્મના શાસ્ત્રોમાં જે લખ્યું છે તે એક અલગ વાત છે. મહત્વની વાત એ છે કે ધર્મ દ્વારા વ્યવસ્થા સારી થવી જોઈએ. લગ્ન પ્રસંગમાં બધી જ તૈયારીઓ થઇ હોય, બત્રીસ પકવાનો બનાવ્યા હોય પણ પીરસનાર જ ન હોય તો? તેની કોઈ વ્યવસ્થા જ ન હોય તો શું થાય? એમ મૃત્યુની એક વ્યવસ્થા પણ જરૂરી છે. જંગલમાં શબ માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી છતાં વ્યવસ્થા થઇ જાય છે. તે કુદરતી વ્યવસ્થા છે, પરંતુ મનુષ્યમાં કુદરતી અને મનુષ્યસર્જિત બે વ્યવસ્થાઓ હોય છે, એમ શબની પણ વ્યવસ્થા હોવી જોઈએ. કેટલાક લોકો ભૂમિમાં દાટે છે, કેટલાક જળમાં શબને વહાવે છે, કેટલાક પશુ-પક્ષીઓને ખવડાવે છે. આપણે હિંદુઓ શરીરને અગ્નિ આપીને તેનો નાશ કરીએ છીએ, જે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

ઓસ્ટ્રિયાના પ્રવાસ દરમિયાન એક ગાઈડ મારી સાથે હતો. તેને ચહેરો ઉતારેલો જાણતો હતો. (ચહેરો વાંચતા આવડે તો શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. ઘણાને શાસ્ત્રો વાંચતા આવડે છે પણ ચહેરો વાંચતા આવડતો નથી. ચહેરો વાંચે તે સંત અને હૃદય વાંચે તે ઋષિ.) તે યુવકને પુછતા જણાવ્યું કે પંદર દિવસથી મારી માતા ગુજરી ગયા છે. તેમનું શબ ફ્રાન્સમાં છે. કબ્રસ્તાનમાં જગ્યા જ નથી. આ બાબતથી તો આપણે સાવ અજાણ છીએ. અમેરિકામાં બહુમાળી કબ્રસ્તાન બનાવાય છે. ચાર બાય આઠના ખાનામાં મડદા મુકવામાં આવે છે. ૪૦-૫૦ હાજર મડદા એક ભવનમાં હોય છે. પેરુ (દક્ષિણ અમેરિકા)માં મેં ત્યાના કબ્રસ્તાનમાં ત્યાના રાષ્ટ્રપતિની કબર જોઈ હતી, જે આઠ માલની હતી. તેમના પત્નીની કબર બીજા માળે હતી. આમ તે આઠ માલ સુધી પહોચી હતી. પુછાતા જાણવા મળ્યું કે જગ્યા જ નથી. હું ઝીમ્બાવે ગયો હતો ત્યારે ત્યાના પત્રકારોએ મને કહ્યું કે તમે હિંદુઓ મડદાઓને બાળો છો. કેવો તિરસ્કૃત વ્યવહાર કરો છો તમે મૃતકના શરીર સાથે. અમે તો મડદાની કેવી સાર સંભાળ રાખીએ છીએ. તેને નવરાવીએ, નવા વસ્ત્રો પહેરાવી તૈયાર કરીએ જયારે તમે તો બાળી મૂકો છો. મારો જવાબ સંભાળીને તેઓ ઠરી ગયા હતા. મેં કહ્યું 'તમારી વિધિ માટે જમીનની જરૂર રહે છે. આટલી બધી જગ્યા લાવશો ક્યાંથી? બીજું એ કે તમારી પદ્ધતિથી મૃત શરીરમાં જે બેક્ટેરિયા હોય છે, તે રોગ ફેલાવે છે. અમે હિંદુઓ તેને બાળીએ છીએ. આથી આવો કોઈ ભય રહેતો નથી. અમારી વિધિમાં તર્ક અને વિજ્ઞાન છે.'

ભગવાન શિવ શરીર પર ભસ્મ લગાવે છે અને તે પણ સ્મશાનની ભસ્મ. હિંદુઇઝમમાં એક જ બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે અને તેની જ ઉપાસના થાય છે અન્ય દેવદેવીઓ પ્રતિક લઈને આવે છે. દાનના દેવ, લક્ષ્મીના દેવ, વિદ્યાના દેવ, શક્તિના દેવ - એ જ રીતે શિવને વૈરાગ્યના દેવ માનવામાં આવે છે. આપના હિંદુ ધર્મમાં ઘણું સમજવા જેવું છે, દુનિયાના અન્ય લોકો પણ હવે તે સમજી રહ્યા છે. ભગવાન શિવના પાર્વતી સાથે લગ્ન થયા ત્યારે પાર્વતીજીએ પૂછ્યું કે આપણું ઘર ક્યાં છે? આપણે ક્યાં રહેવાનું છે? ત્યારે ભગવાન શિવે કહ્યું હતું કે સ્મશાન અને વૈરાગ્ય કોને કહેવાય તે સમજાવ્યું હતું. સ્મશાનમાં  ચિતાઓ ભડભડ બળતી હતી અને એક વ્યક્તિ ચિતા આગળ સ્મશાનમાં મૂકેલા પીંડ શેકી રહ્યો હતો. ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું કે આ રાજા ભર્તુહરિ છે. રાજ્ય અને સત્તા છોડીને તે વૈરાગી થયો છે. હવે જો તે શું કરી રહ્યો છે? ભર્તુહરિ તે પીંડ શેકી રહ્યો છે અને તે પાંચ પીંડ એ તેનો ખોરાક છે. ભગવાન શિવે કહ્યું કે હવે તેનું ભોજન શરુ થશે. જો તે કેવો વૈરાગી છે? હું તને બતાવું - અને ભગવાન શિવ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ભર્તુહરિ પાસે ભીસ્ખ્સા માંગે છે. ભર્તુહરિ બે પીંડ આપી દે છે. ભગવાન શિવ પાર્વતીને પણ ભિક્ષા માંગવાનું કહે છે અને ભર્તુહરિ વધેલા ત્રણ પીંડ પણ આપી દે છે. આ છે વૈરાગ્ય. વૈરાગ્યની સાથે જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન વિના વૈરાગ્ય ન ટકી શકે. ભર્તુહરિ આવા જ્ઞાની વૈરાગી હતા.

શબને જળમાં વહેતું કરવાની પ્રથા મને પસ્નંદ નથી. જયારે હું કાશીમાં હતો ત્યારે મેં આ નજીકથી જોયું છે. સાધુમહાત્માની સ્મશાનયાત્રાઓમાં હું જતો. તેમના દેહને ગંગાજીમાં પધરાવવામાં આવતા, આથી ગંદકી અને પ્રદુષણ ફેલાતાં. પહેલા તો મગર અને માછલાં જેવાં જળચર પ્રાણીઓ હતા તેથી મડદાનો નાશ થઇ જતો પણ હવે તેવા જળચરો રહ્યાં નથી અને અવ્યવસ્થા ફેલાય છે. માણસને મોટી ચિંતા પોતાના મડદાની હોય છે. ઈશ્વરની કૃપા હોય તો લક્ષ્મી મળે અને વધારે કૃપા હોય તો વૈરાગ્ય મળે પણ દરેકના જીવનમાં તેવું હોતું નથી. મૃત્યુ પછી પણ શરીરનો મોહ છૂટતો નથી. અમારા આશ્રમમાં એક બાઈ હતા. વૃદ્ધ હતા. તેમના દીકરાની પત્ની સાથે વારંવાર ઝઘડો થતો ત્યારે તેમની પુત્રવધુ બાઈને સતાવતા કહેતી કે તમારા માર્યા પછી તમારું મડદું રાખડી પડશે. ત્યારે સાસુ ચિંતિત થઇ જતા. મેં તેમને એક ઉપાય બતાવતા જણાવ્યું કે તમે મૃત્યુ બાદ શરીરનું દાન કરી દો, આ સેવાનું, પુણ્યનું કામ છે પણ તે વૃદ્ધાએ એમ કરવાની નાં પડી દીધી હતી. આ પ્રસંગથી સમજી શકાય છે કે મૃત્યુપર્યંત શરીરની માયા છૂટતી નથી.

હું જ્યારે નવો નવો પેટલાદ ગયો હતો ત્યારે ત્યાં નાત જાતના ઘણા ભેદભાવ હતા. બ્રાહ્મણો-બ્રાહ્મણોમાં પણ અલગ સ્મશાન. દરેક જ્ઞાતિનાં જુદાં જુદાં સ્મશાનો. કુલ ૧૫ સ્મશાનો હતા. ઘણી જહેમત બાદ આ ભેદભાવ દૂર થયો. અત્યારે ત્યાં માત્ર એક જ સ્મશાન છે અને દરેક હિંદુ મૃતકનો ત્યાં અગ્નિસંસ્કાર થાય છે. આ સમાજની જાગૃતિ છે.

મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી જ તેની સાથે સંબંધ જાળવી રાખવો તે બરાબર નથી. મૃત્યુ બાદ પણ તે સંબંધ જળવાઈ રહેવો જોઈએ. અસ્થિવિસર્જન માટે આપણે નદીઓ આગળ જઈએ છીએ અને પરિણામે પ્રદુષણ થાય છે. એક સુંદર ઉપાય એ છે કે નદીની આસપાસ ખાડો ખોદીને તે અસ્થિને ત્યાં દાટવા જોઈએ અને ત્યાં એક વૃક્ષ રોપવું જોઈએ. વૃક્ષ મોટું થતા ત્યાં મૃતકના નામની પટ્ટી લગાવવી જોઈએ અને આ રીતે સમય જતાં એક સુંદર સ્મશાન વન ઉભું થઇ શકે છે. મૃતકના પરિવારજનો ત્યાં તિથિ ઉજવી શકે છે. આ એક વ્યવસ્થા છે.

મૃત્યુ પણ એક વ્યવસ્થા જ છે. ભગવાને મૃત્યુ બનાવીને કૃપા કરી છે. દુનિયામાં કોઈનું મૃત્યુ જ ન થાય તો શું થાય? મૃત્યુ એ મંગલ ઘટના છે. મુંબઈમાં ધારાવીની ઝુંપડપટ્ટીમાં ઘણી વસતિ વધી રહી છે. એશિયાની મોટામાં મોટી ઝુંપડપટ્ટી છે, ત્યાં ૮૦ ટકા મુસ્લિમો છે. દરેક કુટુંબમાં એક ક્રિકેટ ટીમ તૈયાર થઇ રહી છે. હિંદુ ધર્મની ખાસિયત એ છે કે સુધારાવાદી છે. કોઈ જ ધર્મ એક તસુભાર પણ ફેરફાર કરવા તૈયાર નથી જ્યારે હિંદુ ધર્મમાં ઘણા સુધારા થયા છે. આ હિંદુઇઝમ છે. 


ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013

સોનિયા ગાંધી વિષે આજે પૂર્ણાહુતિ

રાજીવ ગાંધી સાથે લગ્ન થયા પછી સોનિયા અને તેમના ઇટાલિયન મિત્રોને સ્નૈમ પ્રોગૈતીની ઓટ્ટોવિયો ક્વોટ્રોચી પાસેથી ભારે ભરખમ રકમ મળી હતી. તે ભારતના કાયદાથી બેખૌફ બની દલાલીમાં રૂપિયા રળવા લાગ્યો. ગરીબીની નાગચૂડમાં ફસાયેલ માઇનો પરિવાર  થોડાજ સમયમાં અચાનક કરોડપતિ થઇ ગયો. લોકસભામાં નવા નવા થયેલ સભ્ય તરીકે મેં (સુબ્રમણ્યમ સ્વામી સમજવું) ૧૯ નવેમ્બર ૧૯૭૪ માં તે સમયના વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને પૂછ્યું હતું કે 'શું તમારી પુત્રવધુ સોનિયા ગાંધી, જેઓ પોતાની જાતને ઇન્શ્યોરન્સ એજન્ટ તરીકે ઓળખાવે છે અને વડાંપ્રધાન કાર્યાલયનો ઉપયોગ કરે છે? ખરેખર તો આ એક અપરાધ છે કારણકે તેઓ ઇટાલિયન નાગરિક છે. ત્યારે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. શ્રીમતી ઇન્દિરા ગાંધી ગુસ્સે તો ઘણા થયા હતા પણ તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો એટલે તેમણે લેખિતમાં એવું જણાવ્યું કે 'તે એક ભૂલ હતી અને સોનિયા ગાંધીએ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે' (મારા દ્વારા પ્રશ્ન પુછાયા પછી) પણ સોનિયા ગાંધી દ્વારા ભારતીય કાયદાઓનું અપમાન કરવાનું અને તોડવાનું અહિયાં જ બંદ ન થયું. ૧૯૭૭ માં જનતા પાર્ટી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એ. સી. ગુપ્તાના નેતૃત્વમાં બનેલા આયોગે જે રીપોર્ટ આપ્યો હતો તે અનુસાર 'મારુતિ' કંપની (જે એ સમયે ગાંધી કુટુંબની મિલકત હતી) એ 'ફેરા કાયદાઓ', 'કંપની કાયદાઓ' અને 'વિદેશી નોંધણી કાયદાઓ'નું ગંભીરપણે ઉલ્લંઘન કર્યું. પણ ન તો ક્યારેય સોનિયા કે ન તો ક્યારેય સંજય ગાંધી પર ક્યારેય કેસ થયો કે ન કોઈ કાર્યવાહી થઇ. જો કે આ અત્યારે પણ થઇ શકે કારણકે ભારતીય કાયદાનુસાર 'આર્થિક કૌભાંડો' પર કાર્યવાહી કરવા માટે કોઈ જ સમય સીમા નક્કી નથી. 

૧૯૮૦ માં શ્રીમતી ઇન્દિરા ગાંધી ફરીથી સત્તાધીસ થયા. સોનિયા ગાંધીએ પ્રથમ કાર્ય તેમનું નામ વોટર લીસ્ટમાં નોંધાવવાનું કર્યું જે સ્પષ્ટ રીતે કાયદા સાથે છેડછાડ હતી. તેમના વિઝા રદ્દ થઇ જવા જોઈતા હતા કારણકે એ સમયે પણ તેઓ ઇટાલીના નાગરિક હતા. પ્રેસ દ્વારા હોબાળો થયો પછી દિલ્લીના ચૂંટણી અધિકારીએ ૧૯૮૨ માં તેમનું નામ મતદાતા સૂચીમાંથી દૂર કર્યું. પરંતુ ફરીથી જાન્યુઆરી ૧૯૮૩ માં તેમણે પોતાનું નામ મતદાતા સૂચિમાં ઉમેરાવ્યું. એ સમયે પણ તેઓ વિદેશી જ હતા. (ભારતીય નાગરિક માટે તેમણે એપ્રિલ ૧૯૮૩ માં અરજી કરી હતી) તાજેતરમાં જાણીતા કાયદા શાસ્ત્રી એ.જી.નુરાનીએ તેમના પુસ્તક 'સિટીજન્સ રાઈટ્સ, જજીસ એન્ડ અકોઉંન્ટેબલીટી રેકોર્ડ્સ' માં એવું નોંધ્યું છે કે 'સોનિયા ગાંધીએ જવાહરલાલ નેહરુના વડાપ્રધાન સમયના કેટલાક ખાસ કાગળો એક વિદેશીને બતાવ્યા હતા. જે કાગળો તેમની પાસે ન હોવા જોઈએ, જે તેમને તેમની પાસે રાખવાનો કોઈજ અધિકાર ન હતો. આથી ચોખ્ખું સ્પષ્ટ થાય છે કે તેમના મનમાં ભારતીય કાયદા પ્રત્યે કેવો આદરભાવ છે અને તેઓ આજે પણ રાજતંત્રની માનસિકતાથી ગ્રસ્ત છે. સોનિયા ગાંધીના મનમાં ભારતીય કાયદાઓ સંબંધે કોઈ જ ઈજ્જત નથી. તેઓ એક મહારાણીની જેમ વ્યવહાર કરે છે. જો ભવિષ્યમાં તેમના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા ચાલે અને જેલમાં જવાનો સમય આવે તો તેઓ ઇટલી પણ ભાગી જઈ શકે એવા છે. 

 ભારતને ધૃણા કરનારાઓ - મોહમ્મદ ઘોરી, નાદિર શાહ અને અંગ્રેજ રોબર્ટ કલાઈવે ભારતની ધનસંપત્તિને બરાબરની લૂંટી પણ સોનિયા તો ભારતીય છે અને રાજીવ અને ઇન્દિરા જયારે વડાંપ્રધાન હતાં ત્યારે વડાપ્રધાન કાર્યાલયના સુરક્ષા ગાર્ડ મોટા મોટા ખોખાઓ ભરીને ચેન્નાઈ વિમાન મથક પર ઇટલી જતા વિમાનોમાં શું લઇ જતા હતાં? હંમેશા એ ખોખાઓ રોમ માટે બુક થતા. કસ્ટમ પર તેની કોઈ જ તપાસ થતી ન હતી. અર્જુનસિંહ જેઓ મુખ્યમંત્રી અને સંસ્કૃતિ મંત્રી રહી ચુક્યા છે તેઓ આ મુદ્દે વિશેષ રસ લેતા હતા. કેટલીક ભારતીય કલાકૃતિઓ, પુરાતન વસ્તુઓ, ચિત્રકલાઓ, સિક્કાઓ વગેરે ઇટાલીની બે દુકાનો (જેની માલિક સોનિયાની બહેન અનુસકા છે)માં જોવા મળે છે. આ દુકાનો ઇટાલીના વૈભવશાળી વિસ્તારો રીવાલતો (દુકાનનું નામ - એટનીકા) અને ઓર્બેસ્સાનો (દુકાનનું નામ - ગનપતિ) માં છે જ્યાં તેમનો ધંધો ન ચાલવા બરાબર છે. ખરેખર તો તે એક 'આડ' છે. આ દુકાનોના નામે નકલી બીલ તૈયાર છે. પછી તો ઘણી જ કિંમતી વસ્તુઓ લંડન લઇ જઈ સૌથારબી અને ક્રીસ્તીજ દ્વારા હરાજીમાં ચઢાવવામાં આવી. આનો શું મતલબ છે? આ બધા પૈસા જાય છે ક્યાં? એક વાત તો નક્કી છે કે રાહુલ ગાંધીની એક વર્ષ સુધીની હાર્વર્ડની ફી અને અન્ય ખર્ચાઓની ફાળવણી એક વખત કેમેન દ્વીપની કોઈક બેંક ખાતામાંથી થઇ હતી.આ બધી બાબતોની ફરિયાદ મેં વાજપેયી સરકારને કરી હતી. પણ તેમને કઈ ધ્યાન ન આપ્યું. પછી મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટની બેન્ચે સરકારને નોટીસ મોકલી પણ ત્યાં સુધીમાં સરકાર પડી ગઈ. પછી કોર્ટે સીબીઆઈને આદેશ કર્યો કે તેઓ ઇન્ટરપોલની મદદથી આ મુલ્યવાન વસ્તુઓ બાબતે ઇટલી સરકારની મદદ લે. ઇટાલિયન સરકારે ભારત સરકાર પાસે અધિકાર પત્ર માંગ્યો જેના આધારે ઇટલી પોલીસ એફઆઈઆર નોંધી શકે. છેવટે ઇન્ટરપોલે બે મોટા રીપોર્ટ કોર્ટ અને સીબીઆઈને આપ્યા. ન્યાયાધીશે તેની એક નકલ મને આપવાનું કહ્યું હતું પણ આજ સુધી સીબીઆઈએ તે મને આપી નથી. સીબીઆઈનું વધુ એક જુઠાણું ત્યારે પકડાયું જયારે તેમણે કહ્યું કે અર્બેસ્સાનો માઈનો કોઈક પુરુષનું નામ છે અને વીઓ બેલ્લીની કોક ગામનું નામ છે ન કે માઈનો પરિવારનું સરનામું. પછીથી સીબીઆઈના વકીલે કોર્ટની માફી માંગી અને કહ્યું કે આ ભૂલ થઇ હતી. એ વકીલનું પ્રમોશન પછી 'એડીશનલ સોલીસીટર જનરલ' તરીકે થયું હતું. આવું કેમ થયું? આનો ખુલાસો તો વાજપેયી-સોનિયાની અંદરની 'સુજબુઝ' અને 'ગઠબંધન' જ જણાવી શકે છે.

સોનિયા ગાંધી તેમના પતિ હત્યારાઓના સમર્થકો એમ ડી એમ કે, પી એમ કે, ડી એમ કે સાથે સત્તા માટે સારા સંબંધો બનાવે છે. કોઈ ભારતીય વિધવા આમ ન કરી શકે. તેમનું પહેલાનું વર્તન-વલણ પણ આ મુદ્દે શંકા ઉપજાવે તેવું રહ્યું છે. જેમકે સંજય ગાંધીનું વિમાન ભોય ભેગું થયું તેમાં વિસ્ફોટ ન થયો. કારણ સામે આવ્યું કે તેમાં ઇંધણ ન હતું જયારે ફ્લાઈટ રજીસ્ટર અનુસાર નીકળતી વખતે ટેંક ફૂલ હતી. જે રીતે માધવરાવ સિંધિયાના વિમાન અકસ્માતના એન ટાઇમ પહેલા મણીશંકર ઐયર અને શીલા દિક્ષિતને તેમની સાથે જતા અટકાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીના મૃત્યુનું ખરું કારણ હતું તેમના શરીરમાંથી થયેલ વધારે પડતો રક્તસ્ત્રાવ, માથામાં ગોળી વાગવાના કારણે નહિ. તો પછી સોનિયા ગાંધીએ એ સમયે લોહી નીગળતા સમયે ઇન્દિરા ગાંધીને લોહિયા હોસ્પિટલમાં લઇ જવાની જીદ શા માટે કરી હતી? જોકે ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનથી એકદમ ઉંધી દિશામાં છે અને બધી જ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. લોહિયા હોસ્પિટલ પહોચીને ફરી પાછા આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં લઇ જવામાં આવ્યા જેમાં કિંમતી ૨૫ મીનીટનો સમય બરબાદ થઇ ગયો હતો. આવું કેમ થયું? શું આજ સુધી આની કોઈ તપાસ થઇ? સોનિયા ગાંધીનો વિકલ્પ બની શકનારા લગભગ બધાજ યુવા નેતાઓ જેમકે - રાજેશ પાયલટ, માધવરાવ સિંધિયા, જીતેન્દ્ર પ્રસાદ વિવિધ દુર્ઘટનાઓમાં જ કેમ મર્યાં? હવે સોનિયાની સરકાર નિર્વિઘ્ને ચાલી રહી છે પણ એવા કૈક વણઉકલ્યા અને રહસ્યમય પ્રશ્નો ચારેય તરફ મૌજુદ છે જેના કોઈ જવાબો નથી અને કોઈ પૂછનાર પણ નથી. આ જ ઇટાલીની સ્ટાઈલ છે.
 
પ્રસ્તુત લેખ સુરેશ ચિપલૂણકરે તેમના બ્લોગ  મહાઝાલ પર સુરેશ ચિપલૂણકર  પર તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૦૭ ના દિવસે પોસ્ટ કર્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીના અંગ્રેજી લેખોનું આ છેલ્લું પ્રકરણ હતું. મૂળ લખાણને તો ઘણા વર્ષો થઇ ગયા. સોનિયા ગાંધીના  છેલ્લા પ્રકરણની તો અહી પુર્ણાહુતી થઇ પણ ખરેખર જે ઉદ્દેશ્ય સાથે લેખકે લખ્યું હતું તેની પુર્ણાહુતી થઇ  . ઉલટાનું વધારી વિકસિત થઇ છે. કૌભાંડો પછી મહાકૌભાંડો આ દેશ જોઈ રહ્યો છે તેની પુર્ણાહુતી ક્યારે?  

સોનિયા ગાંધીના અસત્યોનું સત્ય  

સોનિયા ગાંધી વિષે ૨

સોનિયા ગાંધી વિષે ૧


સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013

મોહમ્મદ રફી તુ બહોત યાદ આયા... કલાકારોને યાદ કરતા રહેવું

મારામારીથી ભરપુર એક ફિલ્મમાં ગાયક મોહમ્મદ રફી સાહેબને યાદ કરવામાં આવ્યા હતા. 'મોહમ્મદ રફી તુ બહોત યાદ આયા...' સરસ ગીત હતું પણ પહેલીવાર જોયું, સાંભળ્યું ત્યારે એમ થતું હતું કે ગીત પૂરું થયા પછી અમિતાભ બચ્ચન ઢિસુમ ઢિસુમ કરે તો મજા આવે. ૧૯૯૯ની સાલમાં કોલેજમાંથી પાવાગઢના પ્રવાસે ગયા ત્યારે ત્યાંનો એક સ્થાનિક છોકરો રોપ-વેમાં અમારી સાથે થઇ ગયો હતો. રીક્વેસ્ટ કરી કે તેને મોહમ્મદ રફીના ગીતો ગાવા છે. જે રીતે તેણે કેટલાક ગીતો ગઈ સંભળાવ્યા ત્યારે થયું કે આને જો તક મળે તો મોટો કલાકાર થાય. (તકને આગળ ચોટી અને પાછળ ટાલ હોય છે, પકડી લીધી તો બરાબર નહીતર લપસતા રહેવું પડે.) જેને મોહમ્મદ રફી વિષે કંઈજ ખબર ન હોય તેને પણ મોહમ્મદ રફીને માણવા, જાણવાનો રસ પ્રગટે એવું તેનું પ્રેજન્ટેશન હતું. 

ફિલ્મોમાં, ટીવીમાં, અખબારો અને મેગેઝીનમાં સદાબહાર કલાકારો, લેખકો અને સર્જકોને અકારણ સકારણ વિવિધ રીતે યાદ કરવામાં આવતા જ હોય છે. ક્યાંક વળી આડું અવળું લખી, બોલી વિવાદ પણ ઉભો થતો હોય છે. અને ક્યારેક જાણી જોઇને વિવાદ ઉભો કરવા પણ આમ થયું હોય તેવું બને. ફિલ્મ 'રબને બના દિ જોડી'માં જુના કલાકારોને યાદ કરવામાં આવ્યા હતા. મેળાવડાઓ અને એવોર્ડ કાર્યક્રમોમાં તો તેઓ યાદ કરતા જ હોય છે પણ આ રીતે કોઈ ગીતમાં કે ફિલ્મમાં યાદ કરવાનો આ નવતર પ્રયોગ હતો. એ જ રીતે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ની પેરોડી પણ મજાની હતી. કહેવાય છે કે આ ફિલ્મ બનાવતા પહેલા ફરાહ ખાને ઘણું જ રીસર્ચ વર્ક કર્યું હતું. તો પણ શાહરૂખ ખાનને રાજેશ ખન્નાની શાબાશી મળી અને મનોજ કુમારની માફી માગવી પડી હતી. 

ફિલ્મ,સાહિત્ય અને કળા જગતમાં નવા સર્જકો દ્વારા જુના સર્જકોને શ્રદ્ધા સુમન અર્પણ થતા રહે છે. કેટલાક નવતર પ્રયોગો પણ થવા જોઈએ. ચંદ્રકાંત બક્ષીના અવસાન પછી તરત જ તેમના વિષે અખબારો અને સાપ્તાહિકોમાં લખાયું પણ પછી? હરકિસન મહેતાની નવલકથા પરથી તાજેતરમાં જ એક ટીવી સીરીયલ બની હતી. જે ખાસ કઈ જામી નહિ. આ પહેલા પણ 'વંશ વારસ' નવલકથા પરથી અધિકારી બ્રધર્સના પ્રોડક્સનમાં ટીવી સીરીયલ બની હતી જે દુરદર્શન પર પ્રસારિત થતી હતી. અને હમણા જ એક ફિલ્મ બની ગઈ જેની કોઈને ખબર પણ ન પડી. નવલકથા વાંચનારને તેના પરથી બનતી ફિલ્મ કે ટીવી સીરીયલમાં એવી મજા ન આવે તે સ્વાભાવિક છે. પણ જો એ ફિલ્મ કે સર્જન પરથી મૂળ રચનાકાર વિષે જાણવાની ઉત્સુકતા કે જીજ્ઞાસા થાય તો એ સર્જનની સફળતા કહેવાય.વજુ કોટકે એક નવલકથા લખી હતી 'ડો.રોશનલાલ'તેમનું અવસાન થતા જે અધુરી રહી હતી. પ્રથમ પ્રકરણથી જ પકડ જમાવે એવી આ નવલકથાને આગળ વધારવા કોઈ જ સામગ્રી ન હોવા છતાં હરકિસન મહેતાએ તેમની કલ્પનાથી જ તે પૂર્ણ કરી હતી. આ નવલકથા વાંચ્યા પછી વજુ કોટકના અન્ય પુસ્તકો વાંચવાની ઈચ્છા થયા તે સ્વાભાવિક છે. ચંદ્રકાંત બક્ષી તેમના લેખનમાં અસ્તિત્વવાદ, આલ્બેર કામુ અને જ્યો પોલ સાર્ત્રનો ઉલ્લેખ કરતા પણ આ જ ફિલોસોફર અને ફિલોસોફી વિષે જાણવું હોય તો અંગ્રેજી અને ફ્રેંચ ભાષા શીખવી પડે. જુજ સંક્ષિપ્ત અનુવાદો ખરા પણ એનાથી કઈ સમજ ન પડે. સંસ્કૃત સાહિત્યમાં વેદો, ઉપનીશદો, દર્શનશાસ્ત્રો પર જે ટીકાઓ અને સંદર્ભ ગ્રંથો લખાયા છે તે વિદેશી ભાષાઓમાં વધારે છે. આજના સમયમાં પણ આ ટીકાઓ અને સંદર્ભો માટે જર્મની અને અંગ્રેજી ભાષા શીખવી પડે. સંસ્કૃતની પરીક્ષાલક્ષી ટેક્ષ્ટ-કમ ગાઈડ જુઓ તો તે સમજી જશે. 'ગટે આમ કહે છે, મેક્ષમુલર તેમ કહે છે...' વગેરે વગેરે. આપણા સાયાણે આ બધું સમજાવવા આખું 'સાયણ ભાસ્ય' રચ્યું છે પણ તે બધું સંસ્કૃતમાં છે.

કોઈ એક જ વ્યક્તિ વિષે સૌથી વધારી લખાયું હોય તો તે છે ગાંધીજી. તેમને વાંચેલા થોડાક પુસ્તકો ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં તેમણે વાંચેલા અને ગમતા પુસ્તકો એમ કરીને મુકેલા છે. પુસ્તકાલયોમાં કઈ કેટલાય એવા પુસ્તકો છે જેને કોઈ વાચક જ ન મળ્યો હોય અને તેમાં ઉમેરો થતો જ રહે છે. જેને કઈ લખતા ન આવડતું હોય અને વિવેચન કરી કૃતિની નિંદા કે વખાણ કરે તેની વાત નથી, લેખકો અને કલાકારોને અલગ રીતે પણ યાદ કરી શકાય. ખરેખર તો આ કલાકારો અને સર્જકો વિવેચકોની વિવેચનના મોહતાજ હોતા જ નથી. યુદ્ધની વાતો કરવી અને ખરેખર યુદ્ધ કરવું એ બેમાં જેટલો ફરક છે એટલો જ ફરક સર્જન અને તેના પછી થયેલા વિવેચનમાં છે. સાજીદ ખાન નામનો ફિલ્મ વિવેચક ગમે તેવી ફિલ્મ કે કલાકારને વખોડી નાખે પણ તે ખુદ ફિલ્મ બનાવે ત્યારે ખબર પડે કે થીયેટર હાઉસફુલ કરવા વિવેચન કરવા જેટલું સહેલું નથી જ.

ઓશોએ ભારત સહીત દુનિયાભરના દાર્શનિકો અને તત્વજ્ઞાનીઓના તત્વજ્ઞાનનું વિશ્લેષણ કર્યું પણ મૂળ વિષયનો અભ્યાસ ન કરનારને ઓશોનું વિશ્લેષણ ન સમજાય તેવું બને. હા જીજ્ઞાસા અને ઉત્સુકતા જરૂર થાય. બધુય ઉપરથી પણ જાય. હું મારા લેખનમાં અરુણ શૌરીનો ઉલ્લેખ કરી લખું કે 'શૌરીએ અહી આમ કહ્યું છે, અહી આ પ્રકારે લખ્યું છે' તો શૌરીનું કદી નામ ન સાંભળ્યું હોય તેને શૌરી વિષે અને તેમના લેખન વિષે દિલચશ્પી થાય તે સ્વાભાવિક છે. પણ મને જ કોઈ ઓળખાતું ન હોય અને હું મારા વિષે જ લખે રાખું તો કોઈને રસ ન પડે. શ્રી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકીભાઈએ વેબ સાઈટ બનાવી છે જેમાં શ્રી મેઘાણીના બધા જ પુસ્તકો વિષે જરૂરી માહિતી ઉપલબ્ધ છે. મૃગેશભાઈની રીડ ગુજરાતી તો હવે ઘણી જ જાણીતી થઇ ગઈ છે. મિત્ર ચિરાગ ઠક્કર ઘણા સમયથી બ્લોગ લેખનમ સક્રિય છે. (હવે વેબ સાઇટ છે) જેઓપોતાના લેખનમાં ગુજરાતી લેખકોને યાદ કરતા જ રહે છે.

લેખકો દ્વારા થતી લેખકોની વાત એ વિવેચનથી પર છે.